Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ દીવાત્સવી અંક જૈન ન્યાયના વિકાસ ba] તેમણે યાવજ્જીવ છ વિગઈ ના ત્યાગ કર્યા હતા. તેમનું અપર નામ ભદ્રકીર્તિ હતું. તેઆ ‘માચારી ગજવર' અને ‘રાજપૂજિત' એ એ બિરુદથી પણ વિભૂષિત હતા. ૩ શ્રી સીલાંકાચા જી તે વિક્રમના દશમા સૈકામાં થયા, તેએએ અગિયારે અંગ ઉપર ન્યાય અને આગમ વિારાથી પૂર્ણ ટીકા લખી છે. જેમાંની હાલમાં આચારાંગ અને સુયગડાંગ પરની વૃત્તિ ઉપલબ્ધ છે. જીવસમાસ ઉપર તેમણે ટીકા લખી છે, ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમવિરચિત ‘શ્રી વિશેષાવષ્યકભાષ્ય’ ઉપર તેમણે વૃત્તિ લખી છે. આ ટીકા, તેમનું ખીજું નામ કાઢ્યાચાર્ય હતું તે નામથી પ્રસિદ્ધ છે. અંગે! ઉપર ન્યાયશૈલીથી ટીકા લખનારાઓમાં લીલાંકાચાય પ્રથમ છે. ૪ શ્રી સિદ્ધર્ષિસૂરિજી સિદ્ધર્ષિંજીને સત્તાસમય વિ. સં. ૯૬૨ની આસપાસને છે. કારણ કે તેમણે બનાવેલ ઉપમિતિભવપ્રપંચા નામની કથા ૯૬૨માં પૂર્ણ થઈ છે. સિદ્ધર્ષિના સમયમાં પણ બૈક્રોનું વિશેષ જોર હતું. દીક્ષા લીધા બાદ તેએ ઐદ્દો પાસે? અભ્યાસ ફરવા ગયા હતા. ત્યાં તેમને ઐદ્ધિ સિદ્ધાન્ત રુચિ ગયા, પરંતુ વચનબદ્ઘ થયા હેાવાથી ગુરુ મહારાજ પાસે આવ્યા. વળી ત્યાં વચન આપીને આવ્યા હાવાથી ત્યાં ગયા, ફરી અહીં આવ્યા. એમ એક્વીશ વખત બન્યું હતું. છેવટે શ્રી હરિભદ્રસૂરિજીકૃત ‘લલિતવિસ્તરા' વાંચી જૈનદર્શનમાં સ્થિર થયા હતા. તેમણે શ્રી હરિભદ્રસૂરિજીની અને ‘લલિતવિસ્તારા'ની ખૂબ પ્રશંસા લખી છે. ‘ઉપમિતિ’ની પ્રશસ્તિમાં તે લખે છે કે ‘જે હિરભદ્રે પેાતાની અચિત્ત્વ શક્તિથી માસમાંથી કુવાસનામય ઝેર દૂર કરીને, કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શેાધી કાઢવું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર હા! તે હરિભદ્રસૂરિજીને મારા નમસ્કાર હા કે જેમણે મારા માટે ‘લલિતવિસ્તરા’ નામની વૃત્તિ રચી.’ તેઓ એ દર્શનના વિદ્વાન હતા. તેમણે સ્વયં લખ્યું છે કે 'कृतिरियं जिनजैमनिकणभुक्सौगतादिदर्शनवेदिनः सकलग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धषेर्महाचार्यस्येति ।' તેમણે સિદ્ધસેનકૃત ‘ન્યાયાવતાર' ઉપર વૃત્તિ રચી છે. ૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી તે વિક્રમની ૧૧ મી સદીમાં થયા છે. તેઓ એક સમવાદી હતા અલ્લૂ રાજાની રાજસભામાં તેમણે દિગમ્બરેશને પરાજય આપ્યા હતા. ઋત્રિભુવનગિરિ અને સપાદલક્ષ (માલવા) આદિના રાજાઓને જૈન બનાવ્યા હતા અને ૮૪ વાદે જીતીને આનન્દ્રિત કર્યાં હતા. ૧- સિષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ ‘મહાખેાધ' લખ્યું છે. તે નગર કાં હતું તેને કઈ પત્તો લાગતા નથી પણ તે સ્થાન તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય અથવા નાલંદા વિશ્વવિદ્યાલય એ બેમાંથી એક હેાવું જોઈએ એમ લાગે છે. २ नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा । ३ वादं जित्वाऽल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्रीप्रद्युम्नं पूर्वजं स्तुवे । —— સમરાદિત્યસંક્ષેપ )’ ४ सवादलक्षगोपाल- त्रिभुवनगिर्यादिदेशगोपालान् । ययुश्चतुराधिकाशोत्या, वादजयै रजयामास । ( પા નાત્રિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14