Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 2
________________ [૧] શ્રી જેને સત્ય પ્રકાશ - [વર્ષ સાતમુ नेयाउअं सुअक्खायं, उवादाय समीहए ॥ ન્યાયયુક્ત આગમને ગ્રહણ કરીને (તેને) ઈચ્છે છે. सोच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सइ ॥ નૈયાયિક માર્ગને સાંભળવા છતાં પણ કેટલાએક (શ્રદ્ધાથી) રહિત રહે છે. આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યોએ તેમને માટે લખ્યું કે अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ॥ “હજુ કંઈક કહેવાપણું છે તેથી આ વેદ વગેરે શાસ્ત્રો) વિચારાતાં નથી. જે નિર્દોષ સનું હોય તો પરીક્ષાથી શા માટે બીવે છે ?” निकषच्छेदतापेभ्यः, सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्य, मद्वचो न त गौरवात ॥ હે મુનિઓ ! પંડિત જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને તેનું લે છે તેમ તમારે પણ મારું વચન પરીક્ષા કરીને ગ્રહણ કરવું, પણ માત્ર મહત્તાથી ન લેવું. એ પ્રમાણે પ્રભુશ્રી મહાવીરસ્વામીએ જનતામાં તર્કવાદની રુચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપ્યો. . સમય જતાં આ યુક્તિવાદના પરિપાક રૂપે ન્યાયસૂર્ય ઉદયવંત થ, ગણધરેએ અને ભદ્રબાહુસ્વામીજી વગેરે ચૌદપૂર્વ ધરએ પ્રભુના ઉપદેશને આગમબદ્ધ કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવસ્થિત ગોઠવ્યો. સંગ્રહકાર ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને ઝીલી “તત્વાર્થસૂત્રની રચના કરી અને તેમાં કહ્યું કે “ કાળનમઃ ” “સાચું જ્ઞાન પ્રમાણ અને ન વડે થાય છે.” જૈનદર્શનમાં આ રીતે ન્યાયશૈલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચરીને સત્યને શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિદ્ધસેન દિવાકર જૈનદર્શનમાં બીજા મહાન નૈયાયિક થયા. તેમણે “સન્મતિત, ‘ન્યાયાવતાર,' “બત્રીશ બત્રીશીઓ” વગેરે મહાન ન્યાય ગ્રન્થ રચ્યા. પછીથી ત્રીજ તૈયાયિક મલવાદીછ થયા તેમણે “નયચક્રવાલ' ન્યાયગ્રન્થ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મને ધ્વજ ફરકાવ્ય. આ રીતે યુક્તિવાદનો વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રુચિ વૃદ્ધિગત થવા લાગી. વીર નિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીને સાત સો વર્ષને સમય જૈન ન્યાય–સૂર્યના મધ્યાહન સમયે હતો એમ કહી શકાય. આ પ્રસંગે તેની આડા બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળ આવતાં અને કઈ કઈ સમય તે પ્રકાશને ઢાંકી દેવાને પ્રયત્ન કરતા હતા. આ સાતસો વર્ષ દરમ્યાન જે જે મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેદીપ્યમાન રાખ્યો હતો તેમને ટૂંક પરિચય આપણે આ લેખમાં સાધીશું. ૧ શ્રી હરિભદ્રસૂરિજી. તેઓને સત્તાકાળ વિક્રમની છઠ્ઠી સદીની આસપાસને છે, જે સમયમાં બૌદ્ધોનું બહુ જોર હતું, અને રાજાઓ વિદ્યામાં રસ લેતા હતા. રાજસભામાં મોટા મોટા શાસ્ત્રાર્થો થતા હતા. બ્રાદ્ધોએ શૂન્યવાદ અને તર્કવાદની અતિગૂઢ સમસ્યાઓ ઊભી કરી હતી અને તેઓ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14