Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 8
________________ ૧ઠરે” * જનધર્મ વિકાસ હઠ બિંબ નામના ફૂલના જેવા લાલ હોય છે, પ્રભુની કાંતિ અનુપમ હોય છે અને પ્રભુજી ત્રણ જ્ઞાનના ધણું હેવાથી બાલકડાને ચાહનારા હોતા નથી. ધાવ માતાએથી લાલન પાલન કરાતાં અરિહંત પ્રભુજી જ્યારે યુવાન અવસ્થાને પામે, ત્યારે પ્રાયે તેમના માતા પિતા રૂપલાવણ્ય-વિવેકાદિ ગુણવંતી રાજપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવે છે અને કેટલાએક ભાવિ અરિહંતે પાણિગ્રહણ ન પણ કરે, દ્રષ્ટાન્ત તરીકે, આજ વીશીમાં થયેલા શ્રી મલ્લિનાથ અને શ્રી નેમનાથ ભગવાન. જે સમયે પ્રભુજી સંયમ લેવાને અવસર નજીક જાણે એટલે એક વર્ષ અવશેષ (બાકી) રહે, તે સમયે કાતિક દેવે ભાવિ અરિહંતપ્રભુની પાસે પિતાને તે આચાર સમજીને આ પ્રમાણે વિનવે છે, “હે જગદ્ગુરૂ! આપ ધર્મતીર્થને પ્રવર્તા. કારણ આ ધર્મતીર્થ ભવિષ્યમાં સર્વલોકમાં સર્વજીને મુક્તિના રાજમાર્ગને દેખાડવાપૂર્વક મહાકલ્યાણકારી નીવડશે. એ ઉપરાંત કેઈ તીર્થંકર પ્રભુની આગળ ભક્તિથી તે દેવે બત્રીશ પ્રકારના નાટકે પણ કરે છે. જેમ શ્રી વીર પ્રભુની આગળ એ દેએ વીનંતિ કર્યા બાદ બત્રીશ પ્રકારના નાટકે ક્ય, એમ આવશ્યક ચૂણિમાં કહ્યું છે. તે કાન્તિક દેવનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. બ્રહ્મદેવલોકના ત્રીજા પાથડાની નજીકમાં રહેલી આઠ કૃષ્ણરાજીની મધ્યમાં રહેનારા જે દે તે લોકાન્તિકદેવે જાણવા. અથવા અનન્તરભવમાં મુક્તિ પામનારા હેવાથી ઔદયિકભાવ રૂપ લેકને છેડે વસનારા, અથવા ઉપચાર દ્રષ્ટિએ થનારી પર્યાયને થઈ ગઈ એમ પણ કહેવાય છે, માટે લેકાગ્ર એટલે સિદ્ધિસ્થાન પામવાની નજીક રહેનારા અથવા જન્મ, જરા અને મરણ વિગેરે રૂ૫ અગ્નિની જવાલાથી પીડાયેલા લેકની છેડે વસનારા અથવા કર્મક્ષયની નજીકમાં વર્તનારા જે દેવ, તે લોકાતિક દેવે કહેવાય. તેઓનાં નામ–૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહ્નિ, ૪. વરૂણ, પ. ગઈ. તેય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આનેય (બીજું નામ મરૂત) ૯ રિષ્ઠ. તેમાં સારસ્વત અને આદિત્ય આ બેને ૭૦૭ સામાનિકાદિ દેને પરિવાર હોય છે. વહ્નિ અને વરૂણને ૧૪૦૧૪ દેને, ગતય અને તુષિતને ૭૦૦૭ દેને, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ઠ આ ત્રણે લોકાંતિકદેવેને ૦૯ દેવને પરિવાર હોય છે. આ કાતિક દેવના નવ નિકાયો હોય છે. આ બાબત ઉત્તમ ચરિત્રમાં દશ નિકા કહી છે, એ મતાન્તર સમજવું. ઉપર જણાવેલા ૯ કાન્તિકેમાંના અવ્યાબાધ નામના દેવની એવી અલૌકિક દિવ્ય શક્તિ હોય છે કે જેથી પિતાનું ઝીણું રૂપ કરી પુરૂષના આંખની પાંપણમાં રહીને પણ બત્રીશ પ્રકારના નાટકે કરે છતાં તે પુરૂષને લગાર પણ પીડા ન થાય. તેઓના નવ વિમાન પૈકી આઠ વિમાનો કૃષ્ણરાજીની આજુબાજુ રહેલા છે, અને છેલ્લે નવમું વિમાન મધ્યમાં રહેલ છે. તે આ પ્રમાણે-પૂર્વ દિશાની એક રાજી અનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28