Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦૪ જનધર્મ વિકાસ. કૃષ્ણ મહારાજને અંતિમ સમયે ત્રીજી નરકમાં જવાનું હતું, તેથી ત્યાંની લેશ્યાના અશુભ પરિણામ થયા, તેથી જ જરાસંઘને મારવાની ઈચ્છા થઈ. જે મનુષ્ય વગેરે શુભ ગતિમાં જવાના હોય, તેમને અંતિમ સમયે શુભ લેશ્યાના પરિણામ હોય છે. દષ્ટાંત મંત્રી વસ્તુપાલનું જાણવું. તેમની બીના મેં ભાવનાકલ્પલતા, લેક પ્રકાશની પ્રસ્તાવના, કાળધર્મનું ખરૂં રહસ્ય. વગેરે ગ્રંથોમાં જણાવી છે. આ રીતે ગતિ પ્રમાણે મતિ થાય છે. ૪૩-પ્રશ્ન–અંતિમ સમયે શરીરના કયા ભાગમાંથી નીકળીને સંસારિજીવ પરભવમાં જાય છે? ઉત્તર–અંતિમ સમયે. (૧) પગમાંથી. (૨) સાથળમાંથી. (૩) હદયમાંથી. (૪) મસ્તકમાંથી. (૫) સર્વાગથી આત્મા નીકળે છે. એટલે શરીરમાંથી આત્માને નીકળવાના પાંચ રસ્તા છે. આ બાબતમાં શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે – पंचविहे जीवस्स णिजाणमग्गे पण्णत्ते-तंजहा. १-पाएहिं. २-उरूहिं. ३. ૪-fણોf. ૫-સર્વહિં [ આ પાઠને અર્થ શરૂઆતમાં જણાવ્યો છે.] ૪૪. પ્રશ્ન–પગ વિગેરેમાંથી આત્મા નીકળીને કઈ કઈ ગતિમાં જાય? ઉત્તર-(૧) જેને આત્મા પગમાંથી નીકળે, તે જીવ નરકગતિમાં જાય. (૨) જેનો આત્મા સાથળમાંથી નીકળે, તે જીવ તિર્યંચગતિમાં જાય. (૩) જેને આત્મા હૃદયમાંથી નીકળે, તે જીવ મનુષ્ય થાય. (૪) જેને આત્મા મસ્તકમાંથી નીકળે, તે જીવ દેવ થાય. (૫) સવગથી જેને આત્મા નીકળે, તે જીવ સિદ્ધિના આવ્યાબાધ સુખ પામે. આ બાબતમાં સાક્ષિપાઠ શ્રીસ્થાનાંગસૂત્રનો આ પ્રમાણે છે. (१) पाएहिं णिजाणमाणे निरयगामी भवइ. (२) उरूहि णिजाणमाणे तिरियगामी हवइ. (३) उरेणं णिजाणमाणे मणुयगामी हवइ. (४) सिरेणं णिजाणमाणे देवगामी हवइ. (५) सव्वंगेहिं णिज्जाणमाणे सिद्धिगइ पजवसाणे पण्णत्ते ॥ [ આ પાઠને સ્પષ્ટાર્થ શરૂઆતમાં જણાવ્યું છે. ૪૫. પ્રશ્ન-આત્મના પ્રદેશે કેટલા ? ઉત્તર–અસંખ્યાતા પ્રદેશે દરેક આત્માના જાણવા. (૧) કાકાશના પ્રદેશો (૨) ધર્માસ્તિકાયના પ્રદેશે. (૩) અધર્માસ્તિકાયના પ્રદેશો. (૪) એક જીવના પ્રદેશે આ ચારે એક સરખા પ્રમાણમાં હોય છે. એટલે જેટલા પ્રદેશ કાકાશના કહ્યા છે, તેટલાજ પ્રદેશ ધર્માસ્તિકાયાદિ દરેકના જાણવા. પ્રત્યક્ષ દેખાય છે કે- દરેક જીવનું શરીર એક સરખું ન હોય, કારણ કે કીડી વગેરેનું શરીર નાનું દેખાય છે, ને હાથી વગેરેનું શરીર મોટું દેખાય છે. આ રીતે શરીર નાનું મોટું છતાં પણ આત્મપ્રદેશ દરેક જીવના એક સરખા. એટલા અસંખ્યાતા પ્રદેશો જેમ હાથીના છે, તેટલાજ પ્રદેશ કીડીના જાણવા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28