Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 11
________________ જેનાગમ પ્રશ્નમાલા. ૧૦૫ ૪૬. પ્રશ્ન-જ્યારે આત્મપ્રદેશે બંનેના કીડીના અને હાથીના] સરખા છે, તે પછી કીડીના નાના શરીરમાં કઈ રીતે રહી શકે? ઉત્તર–લુગડાની જેમ આત્મપ્રદેશોમાં સંકેચ વિકાસ થાય છે. તેથી કીડીના જેવા નાના શરીરમાં આત્મપ્રદેશે સંકેચાઈને રહે છે, ને હાથીના શરીરમાં ફેલાઈને રહે છે. એમ શ્રીતત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે. તે પાઠ આ પ્રમાણે. “સોવિજાણધર્મવાવમકરાનામિતિ” (આ પાઠને અર્થ શરૂઆતમાં જણાવ્યું છે. ૪૭. પ્રશ્ન-આત્મા શરીરમાં કઈ રીતે રહે છે ? ઉત્તર–સાંકળી કડીઓ (અકેડા)માં જેમ મહેમાહે સંબદ્ધ હોય છે, તેવી રીતે શરીરમાં આત્મપ્રદેશે સંબદ્ધ થઈને રહે છે. શરીરના તમામ ભાગમાં આત્મપ્રદેશ હોય છે. જેમ સેય વાગવાથી દુઃખ થાય છે, તેથી સાબીત થાય છે. ૪૮-પ્રશ્ન–કલપસૂત્રમાં “તમને મજા મહાર્વર” આ વાકય આવે છે. તેમાં “સમ” શબ્દના કેટલા અર્થ થઈ શકે છે? ઉત્તર“રમ” આ પદના ચાર અર્થે આ પ્રમાણે થાય. ૧ શમનઃપ્રભુ શ્રી મહાવીરદેવ ઉપદ્રને શમાવે છે. આથી પ્રભુને અપાયાપગમાતિશય જણાવ્યું. ૨ સમનાઃ–પ્રભુદેવ દ્રવ્યમનને પ્રવેગ કરીને અનુત્તર વિમાનના દેવે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે, તેથી દ્રવ્ય મનવાળા કહેવાય છે. આથી પ્રભુદેવને જ્ઞાનાતિશય જણાવ્યો. ૩ સમણુ =જે પદાર્થોના યથાર્થ સ્વરૂપને કહે તે “સમણું કહેવાય. પ્રભુદેવ તેવા છે, આથી વચનાતિશય જણાવ્યું. ૪ સમાનઃઇંદ્રાદિ ભવ્ય છે જેમની પૂજા કરે છે, તેવા પ્રભુદેવ “સમાન કહેવાય. માન એટલે પૂજા આવી પૂજાને ગ્ય પ્રભુ શ્રીમહાવીરદેવ છે. આથી પૂજાતિશય જણવ્યા. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજે શ્રીકલ્પસૂત્રની બનાવેલી કલ્પકિરણુવલી નામની ટીકામાં ચાર અર્થ કરીને પ્રભુ શ્રી મહાવીરદેવના ચાર અતિશય જણાવ્યા છે. ૪૯. પ્રશ્ન-આત્મા છે એમાં પ્રમાણ શું? ઉત્તર-હું સુખી છું, હું દુઃખી છું આવું જ્ઞાન જે થાય છે તેમાં બહુ શબ્દથી આત્મા સાબીત છે દુનિયામાં ક્રિયા-કમ દેખાય છે, તે કર્તા વિના બની શકે જ નહિ, ને તે ક્રિયા કરનાર આત્મા જ છે. વિશેષ બીના વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકામાં જણાવી છે. ૫૦. પ્રશ્ન-કર્મ છે, એમાં પ્રમાણે શું? ઉત્તર-જગતમાં એક સુખી છે, બીજે દુઃખી છે, એક જ્ઞાની, ને, બીજે અજ્ઞાની દેખાય છે, એક માણસ નીરોગી હોય છે, ત્યારે બીજો રેગી દેખાય. આવી અનેક જાતિ વિચિત્રતા (કાર્યરૂપ હોવાથી બીજના અંકુરાની માફક ) કારણથી જ થયેલી છે, એમ માનવું જોઈએ. એ વિચિત્રતાનું કારણ જે હોય તેજ કર્મ. આવી રીતે કમ પદાર્થ સાબીત થઈ શકે છે. વિશેષ બીના કર્મ ગ્રંથ ટીકા વગેરે ગ્રંથોમાં જણાવી છે. (અપૂર્ણ.)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28