Book Title: Jain Dharm Vikas Book 03 Ank 05
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 20
________________ ૧૧૪ જૈનધર્મ વિકાસ કહીશ હું અનુસારે વીશ, દ્વાર તેહનાં જાણવાં, (ક્રમશઃ ચોવીશ દ્વારોમાં આવતા વિષયને સંક્ષેપમાં ફેટ) | દશ ત્રિક, પાંચ અભિગમ, પહેલે બીજે માનવા. (૧) બે દિશિ, ત્રણ અવગ્રહ છે, ત્રીજા ચૌથા દ્વારમાં, ત્રણ પ્રકારે ચિત્યવંદન, વર્તે પાંચમા દ્વારમાં; પ્રણિપ્રાત છઠ્ઠી દ્વારમાં, નમસ્કાર, સાતમા દ્વારમાં, - સોળસો સુડતાળીશ પવણું કહ્યા આઠમા દ્વારમાં. (૨) એકને એક્યાસી પદે, જણાવ્યા નવમા દ્વારમાં, સંપદાઓ સત્તાણું કહી, દશમાં જુદા એ દ્વારમાં પણ દંડક અગીયારમે, ને બાર અધિકાર બારમે, ચાર વંદનીય તેરમે, સ્મરણીય એક ચૌદમે. (૩) ચાર પ્રકારે જિન પંદરમે, ચાર સ્તુતિ સોળમે, નિમિત્ત આઠ સત્તરમે, ને બાર હેતુ અઢારમે; આગાર સેળ ઓગણીશમે, દેષ ઓગણીશ વીશમે, કાઉસ્સગ માન એકવીશમે, ને ૧°સ્તવન બાવીશમે. (૪) વળી સાતવાર ચૈત્યવંદન, આવશે તેવીશમે,. આશાતના દશ ત્યાગવાની, આવશે એવીશમે; વીશ એ દ્વારા વડે મળી, સર્વે ચૈત્યવંદન તણું, બે હજાર ચુમ્મતેર ભેદે, થાય સ્થાનકે તણ (૫) - નિર્યુક્તિનું લક્ષણ-સત્રનો નય નિક્ષેપની યુક્તિપૂર્વક જે અર્થ પ્રાકૃતમાં છંદ પદ્ધતિથી ચૌદ પૂર્વધર મુનિવરે રચે છે તે નિક્તિ કહેવાય છે. જેમકે ભદ્રબાહુસ્વામી કૃત નિર્યુક્તિઓ. સૂત્રનું લક્ષણ-તીર્થકર ભગવંતોએ અર્થરૂપે જે વાણીદ્વારા પ્રરૂપ્યું હોય, તેને ગણધર મુનિવરોએ દબદ્ધ અથવા ગદ્યબદ્ધ ગ્રંથરૂપે ગુચ્યું હોય, તે “સૂત્ર કહેવાય છે. અથવા સંપૂર્ણ ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વ સુધીના જ્ઞાની મહર્ષિઓ તેમજ પ્રત્યેક બુદ્ધ મહષિઓ જે ગ્રન્થ રચે, તે પણ સત્ર કહેવાય છે. જેમકે-શ્રી સુધમવામી ગણધર કૃત આચારાંગ આદિ. ૧ - ૧ પહેલા દ્વારમાં. ૨ બીજા દ્વારમાં. ૩ પંચાંગ ખમાસમણ. ૪ ક. ૫ ૧૬૪૭ અક્ષર. ૬ પાંચ દંડક. ૭ વાંદવા લાયક. ૮ સ્મરણ કરવા યોગ્ય. ૮ કાઉસ્સગ્નનું પ્રમાણ ૧૦ વીતરાગદેવનું સ્તવન.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28