Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 5
________________ ભક્તિ-દર્શન ભકિત-પ્રદર્શન. (લે. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી) (ગુલણા છંદ) બુદ્ધ બ્રહ્મા નત્તમ તમે નાથ! છો, છો તમે સર્વશંકર અમારા, દેવના દેવ છો શક્તિની શક્તિ છો, છો તમે ઈશના ઈશ પ્યારા રાગ ના રેષ ના છે તમારા વિષે, ના પડયા દિસતા એક પક્ષે. ભિન્નને સાધતા ભિન્નને સાંધતા વીર ! વર્તે અનેકાન્ત લક્ષ્ય. ના કરે કંઈ, કરે છે બધું બાપજી! ના કૃપા અવકૃપા ના તમારી, આપતા કંઈ ય ના, આપતા ય બધું, નિગ્રહાનુગ્રહે કંધારી; આ બધા અટપટા પંથમાં સૌ ભૂલું, હુંય પણ ભૂતમાં ત્યાં જ ભૂલ્યો, બાલ પણ હાલ ત્યાં નહિ જ ભૂલીશ હું, આજ આઘે કરી ભેદ ખુલ્યો. ૨ આપ ર્તા નથી ઉપર્તા નથી, ના કૃપા અવકૃપા ના જ ધર્તા, ના જ દાતા, નહિ નિગ્રહાનુગ્રહે વર્તતા, ના જ છે નાથ ભર્તા, માન્યતા નિશ્ચયી આ નથી મુજવિષે, કાર્ય સાધક ન એ હાલ મારે, આજ તે કરગરી ગાવત આવતો માની કર્તાદિ તુજ પાસ આ રે! ૩ નાથ! મેં હાથ તારે ગ્રહ્યો, સાથ એ સાચવી રાખવા ચિત્ત ચાહે, જો કદી વીતરાગે કરી ત્યાગશે તોય પૂંઠે લાગશે તુજ રહે, તેજના પંજમાં ઉતરીને ઊંડે ચમનાં ચક્ષુથી છુપનારા, તેય પણ સ્વાન્ત આ અંત અંતે લઈ ચાલશે પંથમાં નાથ ! તારે ૪ એક પક્ષે રહી પ્રીતમાં લક્ષ્ય શું? લક્ષ્ય હો, લાભ શું એથી સાધે ? પ્રશ્ન એ પ્રીતની રીતમાં સૌ વૃથા, પ્રેમીને પ્રશ્ન એ ના જ બાધે; જઈ પતંગે પડે દીપમાં પ્રેમથી, લક્ષ્ય શું, લાભ શું એ વિચારે આત્મ અર્પણ કરે સ્વાર્થને છેડતાં એ જ એ લક્ષ્ય ને લાભ ધારે. ૫ કાળ બહેળે ગયે, નાથ! ના તું મન્ય, વેળ તે હું હતો ખૂબ છેટે, ગાત્રથી નેત્રથી તુજ નિકટે થય, ઉર રહ્યું દર આના જ ભેટે. આજ તે એ ખરે ભાવનાના બળે સાવ તારા પડે પાદ માંહિ, ના જ પરવા તને તોય પણ ત્યાં વસું છોડતું કોણ સુરવૃક્ષ-છાંહિ. પ્રભુ! તમે જ્ઞાનથી વિશ્વમાં છે વિભુ, ધ્યાનમાં હું નથી કેમ માનું? ધ્યાનમાં છું છતાં થઈ ઉપેક્ષા તને, એ ન હું કઈ રીતે પ્રમાણે, ભક્તવત્સલ સદા દીનને દેવ તું છે દયાને નિધિ ભાવભીને, તે મને ભક્તને દીન દયા યોગ્યને કાં ઉપેક્ષે અપેક્ષાવિહીને,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30