Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ ૧૩૪ જૈનધર્મ વિકાસ બારેટે જઈ મહાજનને આ સંદેશો સુલતાનને કહી સંભળાવ્યું. મહાજન વતી બારેટની વાત સુલતાને માન્ય રાખી, પછી બારેટ સ્વસ્થાને ગયે. નગરશેઠ ચાંપસી મહેતાની ડહેલીએ મહાજન એકત્રિત થયું. હાજર રહેલ શ્રીમંત વણિકેએ, એક એક દિવસ અન્ન આપવાનું માથે લીધું. કેટલાકેએ ચાર જણું મળીને એક દિવસ અન્ન-આપવાનું માથે લીધું. આ પ્રમાણે દિવસને સરવાળો કરતાં માત્ર ચારજ માસ થયા. હવે આઠ માસના બંબસ્તનું પાકું જોખમ માથે રહ્યું. એટલે અહીંના શ્રીમંત મહાજનમાં આગેવાન ગણતા ચાંપસી મહેતા, સારંગ મહેતા, તેજેશા વિગેરે આગેવાનોએ રથ જેડી પાટણ તરફ પ્રયાણ કર્યું. પાટણના મહાજનને આ આગેવાને આવ્યાના સમાચાર મળતાં જ તે સામે આવ્યું; અને વાટાઘાટ બાદ પાટણના મહાજને બે માસ માથે લીધા. ટીપ માટે નીકળેલ ચાંપાનેરના આગેવાન શેઠીઆએ પાટણથી વૈરાટ (ાળકા) ગયા. ત્યાંના મહાજને માત્ર દસ દિવસ લખ્યા. આમ ફરતાં ફરતાં વીસ દિવસ તે નીકળી ગયા, હવે માત્ર દસ દિવસમાં જ બધું પતાવી ચાંપાનેર જવું જોઈએ. તેમ ન થાય તે બારોટની પ્રતિજ્ઞાન ભંગ થતાં, તે ટેકીલે બારોટ તીસમા દિવસેજ આપઘાત કરશે એમ સૌને લાગ્યું. ખેર–પછી તેઓ ધોળીકેથી ધંધુકે જવા નીકળ્યા. રસ્તામાં બાર ગાઉન આંતરા ઉપર હડાળા નામે ગામ આવ્યું. હડાળાના રહીશ વણિક ખેમા દેદરાણીને ખબર પડી કે, ચાંપાનેરનું મહાજન ભાગોળેથી ધંધુકે જાય છે. એટલે તદન મેલાંઘેલાં કપડામાં રહેલ, તદન ગરીબ જે જણાતો એ વણિક સામે ગયે અને થાંપશી શેઠ પાસે જઈ અત્યંત નમ્રતાસહિત કહ્યું, “મારા આમંત્રણને સ્વીકાર કરી આપ સર્વે મારે આંગણે પધારે.” એમાનાં મેલાંઘેલાં કપડાં અને દિનતાભરી માંગણી સાંભળી ચાંપશી શેઠને લાગ્યું, “આ તો ભૂખ્યાને ઘેર ઉપવાસી આવે છે, મને ધનની કેટલી જરૂર છે, તેની તેને ખબર નથી, અને ઉલટએ મારી પાસે માંગવા આવે છે” ચાંપશી શેઠે કહ્યું, “હે ભલાભાઈ, અવસર જોઈને જે માંગવું હોય તે માંગે.” ખેમાએ હાથ જોડી નમન કરતાં કહ્યું, “હે શેઠજી, મારે ઘેર છાસ પીને જાઓ, એટલીજ મારી માંગણું છે.” ખેમાની વિનંતિનો સ્વીકાર કરી સર્વે તેને ત્યાં ગયા. ખેમાએ ગામના સંઘને પણ પિતાને ત્યાં નેતર્યો, ને સર્વેને સાકરને સીરે કરી જમાડયા. પછી ખેમાએ મહાજનને નીકળવાનું કારણ પૂછયું. ચાંપશી શેઠે ટૂંકમાં બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. બાદ ખેમાએ ચાંપશી શેઠને કહ્યું કે, આ ટીપમાં ખેમા દેદરાણીનું નામ લખી, ખરડે મને સપિ તે હું મારા પિતાજીને વાંચી સંભળાવી, તેમાં યથાશક્તિ રકમ ભરી આપું. (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30