Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 26
________________ * જૈનધમાં ઉકાસ સમાજના ચરણે નિવેદન જૈનાચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે વીર-શાશન તા. ૧૫-૧૧-૪૦ માં પૂજ્યશ્રી આણંદવિમળસૂરીશ્વરજી મહારાજના નામવાળું પાનું જે શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચુ છે, એ પુરવાર થઈ જાય છે તેમ માનવા, અને કરવા તૈયાર છું, અરે ભાઈ! અત્યાર સુધી અમે આ જે કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું.” આ પ્રકારનું આહાન થતાં અમેએ તે આન્હાનને સ્વીકાર કરી તે પાનું શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું શ્રી શ્રમણુસંઘની મધ્યસ્થ કમીટી કે જે શ્રી આચાર્યદેવ પિતે નીમે તેની પાસે સિદ્ધ કરી આપવા તા. ૨૩–૧૧–૪૦ થી પત્ર-વ્યવહાર શરૂ કરી માગશર સુદી ૧૧, માગશર વદી ૭ અને પિષ સુદી ૧૫ એમ ત્રણ મુદત આપી તે દરમીયાન ઉપરોક્ત માંગણી મુજબની કમીટી નીમી અમને જણાવતાં અમે પાનું સિદ્ધ કરી આપવા તૈયાર છીએ, તેવી મતલબની વયેવૃદ્ધ આચાર્યશ્રીને અમે એ વારંવાર વિજ્ઞપ્તિ કરેલ, છતાં હજુ સુધી તેવી કમીટી નીમી અમેને જણાવેલ નથી. મુદત બધી સંપૂર્ણ થઈ ગયેલ છે. અમે હજુ વધુ સમયની મર્યાદિત મુદત આપત, પરંતુ અમારા પરમપૂજ્યશ્રી આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કેટલોક સમય થયા બીમારી ભેગવતા હવા સાથે તાજેતરમાં વધુ બીમાર હોવાથી તેમના ચરણે અમારી સેવા અર્પવા, અમારી જેટલી બને તેટલી ઉતાવળથી તે પરમપૂજ્ય ના ચરણમાં હાજર થવાની ઉત્કંઠા હોવાથી, અમે પિસ વદી ૪ ને શુકવારના અત્રેથી વિહાર કરી વાંકલી તરફ જવાના છીએ. - આ વિહારની એટલી બધી અગત્યતા છે કે, તેમાં અમે જેટલી ઢીલ કરીએ તેટલી અમારામાં ગુરૂભક્તિની ન્યૂનતા છે એમજ જનતાની દ્રષ્ટીએ દેખાય, તેથી મયાદિત સમયની મુદત આપી અમે અત્રે બેસી રહી ન શકીયે એ જનતા પણ સમજી શકે તેવું છે. છતાં પણ અમે એ વૃદ્ધ આચાર્યદેવને વિનંતી કરીએ છીએ કે, અમારી માગણી મુજબની શ્રીશ્રમણસંઘની મધ્યસ્થ કમીટી આપશ્રીને જ્યારે યોગ્ય લાગે ત્યારે નીમી, અમે જ્યાં હોઈએ ત્યાં જણાવશો તે અનિવાર્ય અગવડ તેમજ અમારા પરમપૂજય આચાર્યદેવની શારીરિક સ્થીતિના અંગે અમને રોકાવાની જરૂરત નહિ હોય, તે વગર વિલંબે તે કમીટી રૂબરૂ આવી તે પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સિદ્ધ કરી આપવા માટે હાજર થઈ પાનું સિદ્ધ કરી આપીશું. આ ઉપરથી સમાજ સમજી લે કે તે પૂર્વાચાર્યના પાના પ્રત્યે અમારી કેટલી શ્રદ્ધા છે કે ગમે ત્યારે પણ તે પાનું સિદ્ધ કરી આપવા વિના વિલંબે અમે તૈયાર જ છીએ. સં. ૧દ્ધ૭ના પિસ વદી ૩ ને ગુરૂવાર . પં. કલ્યાણવિજયજી લવારની પળ-અમદાવાદ)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30