Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 20
________________ ૧૪૨ જૈનધર્મ વિકાસ પ્રયત્ન કર્યા હતા અને એમ કરવા બદલ આજે હું ભારે ગ્લાનિ અનુભવી રહ્યો છું. એનું મને અપાર દુઃખ છે. અને તેથી શ્રી જૈન ધર્મવિકાસ પત્રદ્વારા શબ્દ પાછા ખેંચી લેવા સાથે હાર્દિક દીલગીરી જાહેર કરું છું. પૂજ્ય કૃપાળુઆચાર્યદેવ તથા પ્રવરપંન્યાસજીશ્રી મને માફ કરે! કરેલ ભૂલના ભંગ બની નિરંતર ચિંતા મગ્ન રહેવા કરતાં એ ભૂલભર્યા પાપના પ્રાયશ્ચિતને માર્ગ સુલભ કરવામાંજ સાચી માનવતા છે, એમ હું બરાબર માનું છું (૪) છેલ્લા બે વર્ષથી વર્તમાન પત્રોના પાને મેં કંઈ લખ્યું નથી. લખવા ઈચ્છા પણ થઈ નથી. રાણીવાડા, 2 લી. સંત ચરણે પાસક, તા. ૩૦-૧૨-૪૦ ક૯યાણ–વિમળ વીરશાશન પત્રના આત્મવત “શ્રીકાન્ત” પહેલી પૂનમને પૂનમ માનવા છતાં, બાર તિથીના બ્રહ્મચર્યાદિ ગ્રતવાળા બ્રહ્મચર્યાદિ ન પાળે તે પૂનમની વિરાધના કરતા નથી, તેમ જણાવે છે. | (લે. પં. લાભવિય ગણી રાધનપુર ) સં. ૧૯૬ના આસો વદીમાં રાધનપુરના માસ્તર મણીલાલ કાળીદાસે “વીરશાસન” એકીસને પત્ર લખી પુછાવેલ કે–મારે બાર પર્વ શિયળ આદિ પાળવાને નિયમ છે, હું કારતક સુદિ પહેલી પૂનમને પૂનમ તરીકે માનું છું, કારણ કે જેધપુરી ચંડાસુચંડુના પંચાંગમાં બે પૂનમે લખેલી છે, માટે પહેલી પૂનમે મહારા લીધેલા શિયળાદિ નિયમનો ભંગ થાય તે પ્રાયશ્ચિત લાગે કે નહિ? જેને “વીરશાસન” પત્ર તરફથી શ્રીકાન્તની સહિથી તા. ૨૭-૧૦-૧૯૪૦ના પત્યુત્તર મલ્યો કે ફલ્યુતિથી એટલે નકામી તિથી એટલે તે દિવસે તમે પહેલી પૂનમને પૂનમ માનવા છતાં આપ તે દિવસે બ્રહ્મચર્યાદિ ન પાળો તો એથી તમે પૂનમની વિરાધના કરતા નથી. કારણ કે “વૃદ્ધી ઉત્તરા”ની આજ્ઞા મૂજબ બીજી પૂનમના દિવસે જ પૂનમની આરાધના કરવાની હોય. જેમ ભાદરવા સુદિ ૪ માનવા છતાં તે દિવસે શ્રીસંવત્સરીની ક્રિયા કરતા નથી, તે શું આપણે ભાદરવા સુદિ ૪ની સંવત્સરીની માન્યતા તજી એમ કહેવાય? નહિ જ. એજ રીતીએ બે પૂનમમાં પહેલી પૂનમ ફલ્યુ એટલે નકામી, અને બીજી પૂનમે પૂનમની આરાધના, છઠ્ઠ તપ તે ચૌમાસીના પ્રાયશ્ચિતનો છે, અને તે તેરસ ચૌદસને થઈ શકે છે, એ પાઠ સેન પ્રશ્નમાં છે, છતાં ચૌદસ પૂનમે જ છઠ્ઠ ને તપ કરે એ પાઠ હોય તે ઍકલજો, આથી આપ તેરસ ચૌદસને છઠ્ઠ કરી નિયમાદિ માટે, બીજી પૂનમના દિવસે જ પૂનમની આરાધના કરશે. શાસ્ત્રની આજ્ઞા મુજબ બે પૂનમની બે તેરસ થઈ શકે નહિ, તેના કારણું ઉપર લખ્યા છે. . લી. શ્રીકાન્ત, .

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30