________________
૧૪૪
જૈન ધર્મ વિકાસ જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી ફી વાચનાલય અને જ્ઞાનમંદિરનું
દીગ-દર્શન. . આચાર્યદેવ શ્રીમદ્દ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની પિતે સંગ્રહિત કરેલા પુસ્તકે, પોતાના પરિગ્રહ તરીકે માત્ર કબાટમાં સીલબંધ પડ્યા રહે, અને કબાટે ભાવે, કે ઉધાઈ ખાય તેના બદલે તે સાહિત્યના અનેક વ્યક્તિઓ લાભ લઈ શકે, તેમજ તે પુસ્તક સમૂહ સમાજગી બને, તે ખાતર જ્ઞાન–મંદિર ખેલી સમાજના ચરણે ધરવાની ભાવના હતી. પ્રભાવશાળી આત્માની મનવાંછના ત્વરાથી સિદ્ધ થાય છે, એ કહેવતાનુસાર તરતમાં જ પુસ્તકાલય માટે મકાન બનવરાવી આપવા આચાર્યશ્રીના અથંગ ભક્ત કાચીનનિવાસી શેઠ જીવરાજ ધનજી લીલાધરે રૂ. ૪૦૦૭ ની નાદર રકમ આપી, દેરાસર સામે ગાંધીરોડ ઉપર આવેલું મ્યુનિસીપાલ નં. ૫૬–૧ વાળું મકાન બનાવરાવી શેઠશ્રીએ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાન મંદિર અને ક્રી વાંચનાલય માટે સંવત્ ૧૯૮૮માં સમાજના ચરણે ધર્યું.
નિવાસની ઉણપ પૂર્ણ થતાં તેને નિભાવવાને પ્રશ્ન ઉભું થતાં, જેને પણ આચાર્યદેવના અડગ ભકત કાળુશીની પળવાળા શેઠ નાથાલાલ હઠીસંગે આ સંસ્થા અવિચ્છિન ટકી રહે તે ખાતર, એક સારી રકમ ઇલાયદિ કાઢી તેના વ્યાજ રૂપે દર સાલ વાર્ષિક રૂ. ૩૦૦ નિભાવ–મદદ તરીકે સંવત ૧૯૮૯ થી નિયમીત આપે છે. તેથી તે જરૂરત પણ પૂર્ણ થવા પામી છે.
જીવરાજ શેઠ અને નાથાલાલ શેઠ એ બને મહારાજશ્રીના મૂંગા ભક્ત હોવાથી આચાર્યદેવની સેવા કરવામાં ખડે પગે ઉભા રહેતા, અને તેમની હયાતી દરમિયાન તેઓએ આચાર્યદેવના અનેક કાર્યોને પ્રોત્સાહન આપી, સારી રકમેની આર્થિક મદદ જાહેરાતની આકાંક્ષા સિવાય કરેલ છે.
અને શેઠેના સગત થયા બાદ શેઠ જીવરાજના ધર્મપત્ની હીરુબહેને અને શેઠ નાથાલાલના ધર્મપત્ની કુલીબહેને પણ આચાર્યદેવ પ્રત્યે પોતાના મહેમ પતિઓની માફક પૂજ્ય ભાવ રાખી, તેમની અનુજ્ઞના મુજબ ધર્મશાળા, ઉદ્યાપન, જીર્ણોદ્ધાર આદિ ધાર્મિક કાર્યોમાં મહમના શુભ દ્રવ્યો સવ્યય કરેલ છે. અને હજુ પણ આચાર્યદેવના દરેક કાર્યને આર્થિક મદદથી પ્રોત્સાહન આપી રહ્યા છે.
અંતમાં બને બહેનોને અમારી સૂચના છે કે તેઓના મહેમ પતિઓના નામનું સ્મારક જળવાઈ રહે તેવી રીતે દરેક બહેન તેઓના પતિઓના સમર્ણાર્થે જ્ઞાન-મંદિર અને ફી વાંચનાલય માટે એકેક સ્વતંત્ર મકાન બંધાવી આપી, આચાર્યદેવના સાહિત્યને રક્ષણ આપી, તે જરૂરત સંપૂર્ણ કરી આપે. એજ અભ્યર્થના.
. .
- તત્રીસ્થાનેથી -