Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ વરશાસનના સંચાલક શ્રીકાન્તના પત્રની સમીક્ષા. ૧૪૩ સદરહ પત્ર મળ્યા પછી અમે. “વીરશાસનના સંચાલક શ્રીકાન્તને પુછી એ છીએ કે, પહેલી પૂનમને નકામી તિથી ગણે છે તે તે તિથીએ દેવ–પૂજા વ્રત-પચ્ચખાણ, સામાયિકાદિ કાર્યો કરે તેનું ફળ કંઈ પણ થાય કે નહિ? જે તમારી માન્યતા મુજબ ન થાય તે, તાજેતરમાં બે પૂનમ માનનારા પક્ષવાળાઓ એ ઉપધાન તપ કરાવેલ, તે વખતે ફલ્ગ તિથીએ જે તપ અને ક્રિયા કરાવી તે નિષ્ફળ ગણી તેનું ફળ કાંઈ મળશે જ નહિ ને? તમે ભાદરવા માસને દાખલ આપે છે પણ તે આખા માસમાં કરેલા પૌષધ, સામાયિક, તપ, પ્રતિક્રમણું, પચ્ચખાણ આદિ ધાર્મિક કાર્યોનું તમારી માન્યતા મુજબ તો ફળ થાય જ નહિને? વળી આપના ઉપરોક્ત પત્રના કથન મુજબ પહેલી પૂનમને પૂનમ માનવા છતાં શિયળાદિ વ્રતને ભંગ કરે તે તેને દેષ લાગે નહિ? અમારી માન્યતા મુજબ તે દેષ લાગે જ, પણ જાણી બુજીને એટલે પૂનમને પૂનમ માનવા છતાં શિયળાદિ વ્રતનો ભંગ કરે છે તે અર્ધગતિએ જવા વાળો થાય, એમ શાસ્ત્રકારે જણાવે છે. છતાં પર્વતિથી માની તે દિવસે વ્રતનો ભંગ કરે તો પણ દેષ ન લાગે, તેવું છડેચક કહેવામાં વિરશાશનનાં સંચાલક શ્રીકાન્ત જરા પણ અચકાતા નથી. ભગવતી સૂત્રમાં કહેલ છે કે, “ચૌદશની સાથે પૂનમ જેડલારૂપ છે. અને આઠમ, ચૌદશ, અમાવાસ્યા ને પૂનમના પૌષધ કરવા” તેથી ત્રણે ચોમાસીમાં ચૌદસ પૂનમનેજ છઠ્ઠ કરવો જોઈએ, આગળ પાછળ થાય જ નહિ, અશક્તિ એ જ તપ પૂરે કરી આપવાનું છે. બાકી છતી શકિતએ છઠ્ઠ ચૌદસ પૂનમને ન કરે તો તે શાસ્ત્રને ઉત્થાપક જ કહેવાય. તપાગચ્છના સ્થાપક જગતચંદ્રસૂરીથી માંડીને વિજયપ્રભસૂરી સુધિ, એટલે તેરમી સદીથી તે અઢારમી સદીના પ્રારંભકાળ સુધિ, કારતક સુદિ પહેલી પૂનમને બીજી તેરસ કરી, તે પ્રમાણે ગીતાર્થ પૂર્વાચાર્યો એ આચરણ કરી, સકલસંઘને આચરણું કરાવેલ છે. માટે તે પૂર્વાચાર્યોના પુનિત પગલે ચાલીને આરાધના કરવી, એ જ વ્યાજબી છે. અમોએ વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને, માગસર સુદી ૧૨ના પત્ર દ્વારા અમુક પ્રશ્નો પુછેલ હોવા છતાં તે પત્રને આજ પર્યત અને પ્રત્યુત્તર મળેલ નથી. પાનસર તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ પાનસરમાં મુખ્ય દેરાસરની આજુબાજુ બે નવા ચિત્ય બનાવી, તેમાં વળીયાવાડને માર્ગ સુધરાવતા આદિનાથ અને શાન્તીનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાઓ નીકળેલ તે, પ્રતિમાઓને સ્થાપિત કરાવવાની હોઈ શેઠ ઉમેદચંદ વીરચંદ તથા શા. ડાહ્યાભાઈ કાળીદાસ તરફથી પતિષ્ઠા કરાવવાની આમંત્રણ પત્રિકાઓ કાઢી મહા સુદિ ૧૩ થી પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરી મહા વદિ ૬ ના પ્રતિષ્ઠા કરવાનું તથા નકારસી રાખવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30