Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જૈન દર્શન મીમાંસા જૈન દર્શન છે. જ્યારે અમુક નું અપૂર્ણ રીતે જ્ઞાન આપનાર અન્ય દર્શને અને તેની શાખાઓ છે. જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ અનંત છે, તેથી વચનદ્વારા અથવા શાસ્ત્રદ્વારા જે કાંઈ ઉચ્ચારાય અથવા લખવામાં આવે તે માત્ર અનંત વિભાગમાંથી દેહનરૂપે એકાદ સંખ્યાવાળો વિભાગ છે. જૈન દર્શનનું સ્વરૂપ અત્યંત ગહન છે. સામાન્ય બુદ્ધિથી સમજી શકાય તેવું નથી. અનેક નય-નિક્ષેપરૂપ ખડકેમાંથી પસાર થવું પડે છે. તે દરમિયાન અનાદિકાળથી ઉન્માર્ગ પ્રતિ ખેંચાતી આત્મવૃત્તિઓને બહુ જ સાવધાન રહેવું પડે છે. તેમ ન થાય તો તે ખડકાથી મનનીક હજાર કકડાઓમાં વહેંચાઈ જાય છે, અને પિતાના ઉપર આરૂઢ થયેલા આત્માને ભવસમુદ્રમાં નિરાધાર કરી મૂકે છે. જૈન દર્શનમાં શીલ સમીને દિવસે વાસી અન્ન આરોગવાનો ઉપદેશ નથી. અન્ય શાસ્ત્રની જેમ ઢંગધડા વગરની હકીકતો તેમાં દર્શાવાયેલી નથી; તેમ જ ચૈતન્યની અન્ય વ્યક્તિથી ઉત્પત્તિ ભાની ચૈતન્યનું પરાધીનપણું જેના દર્શન બતાવતું નથી, પરંતુ આત્માની પરાધીન અવસ્થા કેવી રીતે સ્વાધીન થઈ શકે, વાસ્તવિક હિંસા અને અહિંસાનું સ્વરૂપ શું છે ? આત્માને ઉત્ક્રાંતિક્રમ કેવી રીતે હેઈ શકે? જ્ઞાન અને વિરતિનું શું કાર્ય છે? વગેરે અત્યંત સૂક્ષ્મ હકીકતનું તેમાં દિગદશન છે. જૈન દર્શન એ સ્વર્ગાપવર્ગની મજબૂત નિસરણી છે, પદર્શનરૂપ પશુઓને ચરવાની વાટિકા છે, ભવસમુદ્ર તરવાને ઉત્તમ પ્રવાહણ છે, મુક્તિપુરી પ્રાપ્ત કરવાનું મૂળસ્થાન–રાજમાર્ગ છે. નિશ્ચય વ્યવહાર૩૫ બે ચક્ર અને અઢાર હજાર શિલાંગરૂપ આરાવાળો રથ છે, આમિક સુખને કરે છે. અને જ્ઞાનાદિ રનોથી પરિપૂર્ણ મહાસાગર છે. જૈન દર્શનને આ સર્વ ઉપમાઓ ઘટી શકે છે અને તે યોગ્ય છે એ ત્યારે જ જણાશે કે જ્યારે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે. સ્વાભાવિક રીતે મિક્ષ કે જે ઉચ્ચતમ સ્થિતિ છે, તે પ્રાપ્ત કરાવનાર સાધન પણ ઉચ્ચતમ હોવું જ જોઈએ. કેમકે “જેવું કારણ સંગીન તેવું કાર્ય સંગીન ” એ ઉત્તમ ન્યાયનીતિ જગતમાં પ્રચલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 91