Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 281
________________ ૧૫૬ નાસ્તિપણું છે એટલે ઘડે કપડાપ નથી, પણ પિતાના રૂપે (ઘડારૂપ) છે. આ જાતના અર્થવાળું નાસ્તિપણું એ વસ્તુને ધર્મ છે માટે એ કાંઈ તદ્દન તુમછરૂપે ગણી શકાય નહિ અને એમ હોવાથી જ એને (નાસ્તિપણાનો) સંબંધ ઘડા સાથે ન હોય એમ પણ બની શકે નહિ. એનું કારણ એ છે કે, ધડે કપડારૂપે નથીએમ કહેવામાં અર્થાત ઘડાની સત્તાને જણાવવામાં એ ઘડ કપડારૂપે નથી એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. કપડામાં જે જે ગુણો, ધર્મો અને સ્વભાવ છે, તે ઘડામાં નથી–એ એ ઘડે નથી—એ તે ઘડાને રૂપે (પોતાને પે) જ છે એ હકીકતમાં આ વાત સ્પષ્ટપણે જાણી શકાય એવી છે કે, ઘડે પિતાનું સ્વરૂપ જણાવતાં “ કપડારૂપ નથી એ વિશેષણની ખાસ અપેક્ષા રાખે છે એથી જે જે ગુણ કે સ્વભાવે કપડાના છે તે પણ એક રીતે ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ અપેક્ષાએ વિચાર કરીએ તે સ્પષ્ટપણે જાણી શકાય એમ છે કે, “કપડું પણ ઘડાની સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલે તે સંબંધ નાસ્તિત્વરૂપે કાં ન હૈ? ધડ કપડારૂપે નથી” એ વાત તો સૌ કોઈ જાણતું હોવાથી ઘડા અને કપડાનો એક બીજાનો સંબંધ નાસ્તિત્વરૂપે છે એમાં કશો સંદેહ રહે એમ નથી, લોકો તો એ બધા ઘડા વિગેરે પદાર્થોને વિશે એમ ધારી રહ્યા છે કે, એ બધા પદાર્થો પરસ્પર અભાવરૂપ છે અર્થાત ઘડે કપડાના અભાવરૂપ છે અને કપડું ઘડાને અભાવરૂપ છે માટે જ અહીં એમ જણાવવામાં આવે છે કે, જે કપડા વિગેરેના ગુણ કે ધર્મો છે તે બધાનો ઉપયોગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી, અહીં આ પણ એક નિયમ છે કે, જેને જેની સાથે સંબંધ હોય તે બધા, તેના પર્યાયે કહી શકાય-ઘડાના રૂ૫ વિગેરેને ઘડાની સાથે સંબંધ છે માટે એ રૂપ વિગેરે જેમ ઘડાના પર્યાયો કહી શકાય છે તેમ કંપડાના ધર્મો કે ગુણોને પણ સંબંધ કોઈ અપેક્ષાઓ ઘડાની સાથે હોવાથી એ પણ, ધાને જ પર્યાયે કહી શકાય. વળી, જે એ કપડા વિગેરેના ગુણે કે ધર્મો ન હોત તે ઘડાના પિતાના જ પર્યાયને સ્વ-૫ર્યાય તરીકે શી રીતે કહી શકાય? કારણ કે, જ્યારે આપણું અને પારકું એમ બે વાનાં હોય છે ત્યારે જ એવો વ્યવહાર થઈ શકે છે અર્થાત્ આ ગુણે ઘડાના પિતાના છે અને આ ગુણ પારકા છે એ વ્યવહાર થઈ શકે છે અને એ અપેક્ષાએ પણ કપડા વિગેરેના ગુણો કે ધર્મો ઘડાને ઉપગમાં આવી શકે છે. માટે જ એ પર-ગુણ પણ એ ઘડા સાથે સંબંધ ધરાવી શકે છે. વળી, પદાર્થ માત્રને સ્વભાવ સ્વતંત્ર છે—કોઈ પદાર્થને સ્વભાવ, બીજા પદાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304