Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 300
________________ * કે ધાર્મિક પાઠય પુસ્તકે * ખાસ જેન તાત્વિક વિષયમાં કર્મવાદ એ મુખ્ય છે. અભ્યાસી જૈન સામાયિક, પ્રતિક્રમણ અને બીજા પ્રકરણે શીખી કત્વને અભ્યાસ કરે છે, તે માટે શ્વેતાંબર સાહિત્યમાં કર્મગ્રંથ એ ક્રમિક અને સંગીન જ્ઞાન કરાવનાર તરીકે પ્રસિદ્ધ છે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા અને આગમ જેવા ગ્રંથોમાં પ્રવેશ કરવાનું કર્મગ્રંથ એ મુખ્ય સાધન છે. કર્મગ્ર મૂળ પ્રાકૃત અને ટીકા સંસ્કૃત હોઈ દરેકને સુગમ નથી થતા. ટબા છે પણ ગુજરાતી હાઈ સર્વત્ર સુગમ નથી થતા. તેથી લેકરૂચ અને કાળની પરિસ્થિતિ વિચારી કર્મચના હિંદી ભાષામાં અનુવાદ તૈયાર કરેલ છે, તેની વિશેષત્તા તરફ તેના ખાસ અભ્યાસીઓનું લક્ષ ખેંચીએ છીએ. મૂળ, અનુવાદ અને સંસ્કૃત છાયા તે સાધારણ છે. કર્મગ્રંથ પહેલે–શરૂઆતમાં ૬૦ પાના જેટલી વિસ્તૃત પ્રસ્તાવના છે. જેમાં કર્મવાદને લગતા પ્રશ્નોનો વિચાર કર્યો છે. જેમકે-કર્મવાદનું મંતવ્ય, કર્મવાદપર થના આક્ષેપ અને તેમનું સમાધાન, વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા, કર્મવાદને ઉત્પત્તિ–સમય અને સંધ્ય, કર્મશાસ્ત્રનો પરિચય, કર્મશાસ્ત્રમાં શરીર, ભાષા ઈન્દ્રિય આદિ ઉપર વિચાર, કર્મવાદનું અધ્યાત્મપણું વગેરે. બાદ વિષય પ્રવેશમાં નીચેની બાબતે ઉપર ચર્ચા છે– કર્મ શબ્દને અર્થ, કર્મ શબ્દના કેટલાક પર્યાયવાચક શબ્દો, કર્મનું સ્વરૂપ પુણ્ય-પાપની કસોટી, સાચિ નિર્લેપતા, કર્મનું અનાદિત્વ, કર્મબંધનનું કારણ, કર્મથી છુટવાને ઉપાય, આત્મા સ્વતંત્ર તત્વ છે, સ્વસંવેદનરૂપસાધક પ્રમાણ, બાધક પ્રમાણને અભાવ, નિષેધથી નિષેધ-કર્તાની સિદ્ધિ, તર્કશાસ્ત્ર અને મહાત્માઓનું પ્રમાણ, આધુનિક વિદ્વાનની સમ્પતિ અને પુનર્જન્મ, કર્મતત્વના વિષયમાં જૈનદર્શનની વિશેષતા. ત્યાર પછી ગ્રન્થ અને તેના કર્તાને વિશેષ પરિચય છે; જેમાં અનેક બાબતની નોંધ છે. અંતમાં ચાર પરિશિષ્ટ છે. પહેલામાં શ્વેતાંબર દિગંબરનું કર્મવાદ, સંબંધી મળવાપણું અને જુદાપણું છે. બીજામાં મૂળગ્રંથો કોષ હિંદી અર્થ અને સંસ્કૃત છંયા સાથે છે. ત્રીજામાં મૂળ ગાથાઓ છે. એવામાં શ્વેતાંબર દિગંબર બંનેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304