Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 279
________________ ૧૫૪ અને સર્વપર્યાનું જાણપણું તથા જેનારપણું છે તથા અશરીરપણું, અજ. રપણું, અમરપણું, અરૂ૫૫ણ, અરસપણું, અગંધપણું,અસ્પર્શ પણું અને અશબ્દપણું છે. તથા નિશ્ચલપણું, નરગીપણું, અક્ષયપણું, અબાધપણું અને પૂર્વે ભગવેલી સંસારી દશામાં જે જે જીવ-ધર્મો અનુભવ્યા હોય તે બધા એ પ્રકારે આત્મામાં પણ અનંત ધર્મો સમજી લેવાના છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ બધામાં—અનુક્રમે અસંખ્ય પ્રદેશપણું, અસંખ્ય પ્રદેશપણું, અનંત પ્રદેશપણું, અદેશપણું, સર્વ જીવ અને પુદ્ગલેને કેમે કરીને ગતિમાં, સ્થિતિમાં, અવગાહ દેવામાં અને નવું જુનું થવામાં સહાયકપણું, અવસ્થિતપણું, અનાદિ અનંતપણું, અરૂપિપણું, અગુરુલઘુપણું, એક સ્કંધપણું જાણવા યોગ્યપણું, સાણું અને દ્રવ્યપણું વિગેરે અનંત ધર્મો એ અરૂપી પદાર્થોમાં સમજી લેવાના છે. અને જે પદાર્થો પિગલિક છે તેમાં ઘડાના ઉદાહરણની જ પેઠે અનંતાનંત એવા સ્વ-પરપર્યા સમજી લેવાના છે. શબ્દમાં ઉદાત્તપણું, અનુદાપણું, સ્વરતપણું વિસ્તૃતપણું, સંસ્કૃતપણું, ઘેલપણું, અપપણું, અલ્પપ્રાપણું, મહાપ્રાણપણું, અભિલાષ્યપણું, અનભિલાપણું, અર્થનું વાચકપણું અને અવાચકપણું તથા ક્ષેત્ર અને કાલ વિગેરેના ભેદને લીધે અનંત અર્થનું જણાવવાપણું એ વિગેરે ધર્મો ઘટાવી લેવાના છે તથા આત્મા વિગેરે બધા પદાર્થોમાં નિત્યપણું. અનિત્યપણું, સામાન્ય, વિશેષ, સત્પણું, અસત્પણું, અભિલાષ્યપણું અને અનભિલાપણું અને એ ઉપરાંત બીજી વસ્તુઓના વ્યાવૃત્તિ-ધર્મો પણ જાણવાના છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જે ધર્મો ઘડાને પિતાના છે તે તો તેના સ્વ-પર્યાયે કહેવાય એ ઠીક, પરંતુ જે પર-પર્યા છે અને ઘડાથી જુદા પદાર્થમાં રહેનાર છે તે (પર-પર્યાય) ઘડાના સંબંધી શી રીતે હોઈ શકે ? એ પ્રસનને જવાબ આ પ્રમાણે છે -સંબંધના બે પ્રકાર છે- એક તે અસ્તિપણે રહેતે સંબંધ અને બીજો નાસ્તિપણે રહેતે સંબંધ. જેમ ઘડાને એનાં રૂપ વિગેરે ગુણે સાથે સંબંધ છે તેમ ઘડાના સ્વ-પર્યાયે સાથે એને (ઘડાનો) સંબંધ અસ્તિપણે છે અને પરપર્યાયે ઘડામાં ન રહેતા હોવાથી એને એની સાથે થએલે સંબંધ નાસ્તિપણે છે. જેમ ઘડાને સંબંધ અછતા માટીરૂપ પર્યાય સાથે છે તેમ પર-પર્યાય સાથે પણ એને એ જ સંબંધ છે. ફક્ત એ પર-પર્યા એનામાં રહેતા નથી માટે જ એને એ બંધ નાસ્તિપણે કહેવાય અને એમ છે માટે જ તે, પર-પર્યાયે પણ કહેવાય. વળી, અહીં એમ કહેવામાં આવે છે, જેમ ધન વિનાને ગરીબ ધનવાળા કહેવાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304