Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 287
________________ જતની ભૂલવાળું નથી, કારણ કે, “એ ભૂલવાળું છે એમ કઈ રીતે સાબીત થઈ શકતું નથી, એથી કરીને પદાર્થ માત્ર એના મૂળરૂપે-દ્રવ્યરૂપે-સ્થિર રહે છે અને એના આગળના આકારે નાશ થઈ, એ નવા આકારોને ધારણ કરે છે અર્થાત પદાર્થ માત્રમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણે વાનાં વદન સરળ રીતે ઘટી રહે છે. એમાં કઈ જાતનું દૂષણ લાગતું નથી. હવે એમ પૂછવામાં આવે છે, એ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ-એ ત્રણે વાનાં પરસ્પર તદન જુદાં જુદાં છે કે નહિ? એના જવાબમાં જે એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર તદન જુદાં જુદાં છે તે પછી એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે ઘટી શકે ? અને કદાચ એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર એકરૂપ છે તે પણ એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે રહી શકે ? કારણ કે, એ ત્રણે વાનાં એકરૂપ છે માટે એને ત્રણ વાનાં જ ન કહી શકાય. એ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણેનો પરસ્પર કયા પ્રકારનો સંબંધ છે? તેને ખુલાસો મળી શકતો નથી. એ ત્રણેના પરસ્પરના સંબંધને ખુલાસે આ પ્રમાણે છે – એ ત્રણે ધર્મો પરસ્પર કાંઈ તદન જુદા જ છે એમ નથી અને પરસ્પર કાંઈ તદન એક જ છે એમ પણ નથી. એ ત્રણે વચ્ચે તે કોઈ અપેક્ષાએ જુદાઈ છે અને કોઈ અપેક્ષાએ એકતા પણ છે. જેમ એક જ ઘડામાં રહેનારાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે પરસ્પર જુદાં જુદાં હોય છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે પણ પરસ્પર જુદા જુદા હોઈ શકે છે, કારણ કે, એ ત્રણેનાં સ્વરૂપ તદ્દન જુદા પ્રકારનાં છે –ઉત્પત્તિ એટલે હયાતી ધારણ કરવી, સ્થિતિ એટલે કાયમ રહેવું અને નાશ એટલે હયાતીને ત્યાગ કરી દેવ–આ રીતે એ ત્રણેનાં સ્વરૂપે જુદાં જુદાં હોવાથી એ ત્રણે પરસ્પર જુદાં જુદાં છે એમ સા કઈ જાણી શકે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, એ ત્રણેનાં ઉપર જે સ્વરૂપે જણાવ્યાં છે તે ઉપરથી એમ જણી શકાય છે કે, એ ત્રણે પરસ્પર એક બીજાની ગરજ (અપસા) રાખતા નથી અને એમ છે માટે જ એ ત્રણે પરસ્પર તદન જુદા જુદા જ છે એમ શા માટે ન કહેવાય ? જે જે પદાર્થો પરસ્પર એક બીજાની ગરજ નથી રાખતા તે બધા તદન જુદા જુદા જ હોય છે અને એ જ પ્રકારે આ ત્રણે પણ પરસ્પર તદન જુદા જુદા કેમ ન હોઈ શકે ? વિચાર કરતાં જાણી શકાય છે કે, આ પ્રશ્ન જ તદન નકામો છે. કારણ કે, એ ત્રણેનાં લક્ષણો (સ્વરૂપ) પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તો પણ એ ત્રણે આ પ્રમાણે પરસ્પર ગરજવાળા છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304