Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 284
________________ ૧૫ નથી માટે એકલું જ્ઞાન જ છે અને એ સિવાય બીજા કોઈ પદાર્થો નથી એ કહેવું શી રીતે ખોટું થાય? એને ઉત્તર આ પ્રમાણે છે – જ્ઞાનવાદિઓ સંસારમાં એકલું જ્ઞાન જ માને અને બીજું કાંઈ હયાતીવાળું ન માને તે તેઓ જે જુદાં જુદાં જ્ઞાનનાં સંતાનો (પ્રવાહ) માને છે તે શી રીતે માની શકશે? વળી, તેઓ જ એમ જણાવે છે કે, જેમ સ્વપ્નનું જ્ઞાન કોઈ પ્રકારના આલંબનની ગરજ રાખતું નથી તેમ સંસારમાં થતાં બીજા બધા જ્ઞાન પણ કોઈ જાતના આલંબનની (પદાર્થની) ગરજ રાખતા નથી. એ જ પ્રમાણે અને એ જ ઉદાહરણથી તેઓએ માનેલાં જુદાં જુદાં જ્ઞાનનાં સંતાનો પણ બોટાં કરશે અને એની દશા સ્વપ્નના જ્ઞાનની જેવી જ થશે માટે જ્ઞાન અને અર્થ (પદાર્થ) એ બન્નેને વાસ્તવિક અને જુદા જુદા માનવા જોઈએ. જે સ્વરૂપ પ્રત્યક્ષનું જણાવ્યું છે તેથી જુદી જાતના જ્ઞાનને પક્ષે સમજવાનું છે, કારણ કે, એ જ્ઞાનવડે અર્થનું ગ્રહણ તે થાય છે, પણ એ અસ્પષ્ટ પણે. જો કે, પરાક્ષ જ્ઞાન પણ પિતાનું સ્વરૂપ પિતાની મેળે જાણતું હોવાથી પ્રત્યક્ષરૂપ છે, પણ માત્ર અર્થ (પદાર્થ)ના પ્રહણની અપેક્ષાએ જ એને પણ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે, જો કે, પક્ષ જ્ઞાન, પિતાના સ્વરૂપનું ગ્રહણ પિતે જ કરે છે માટે પ્રત્યક્ષરૂપ છે તે પણ પદાર્થોનું ગ્રહણ કરવામાં નિશાન અને શબ્દ વિગેરેની અપેક્ષા રાખતું હોવાથી એ અસ્પષ્ટપણે વપરાય છે અને એ માટે જ એને પક્ષ કહેવામાં આવે છે. - આગળ ઉપર વસ્તુનું અનંત ધર્મધારિપણું સમજાવ્યું છે અને હવે એ જ હકીકતને વિશેષ મજબુત કરવા આ પ્રમાણે જણાવે છે – જે વસ્તુમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, એ ત્રણે ધર્મો સમાયા હોય તે જ વસ્તુ દ્રપ છે અને એ માટે જ આગળ એમ કહ્યું છે કે, પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ છે. પ૭ જે જે વસ્તુ સપ છે—જે જે વસ્તુ હયાતી ધરાવે છે તે બધીમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મો હેવા જ જોઈએ-એ ત્રણે ધર્મો હોય તે જ વસ્તુ માત્ર હયાતી ધરાવી શકે છે- એ સિવાય કદી પણ એક પણ વસ્તુ હયાતી ધરાવવાને લાયક નથી. જે વસ્તુ પહેલાં તદન થાતી વિનાની હોય એટલે કાઈ પણ કાળમાં, કેઈ પણ જગ્યામાં અને કોઈ પણ રીતે જે વસ્તુ હયાત જ ન હોય અર્થાત વાંઝીયાના પુત્ર જે ની તદન અસત્ હોય તેમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત એટલે સપપણું આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304