Book Title: Jai Jiyaappo
Author(s): Naybhadravijay Gani
Publisher: Param Dharm

View full book text
Previous | Next

Page 5
________________ - P પરિણતિને વિશુદ્ધ બનાવવા માટે અને ચારિત્રમાં થયેલી સ્ખલનાને પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ કરવા માટે છેદગ્રંથ અત્યંત ઉપયોગી છે. તેથી જ છેદસૂત્રને ઉત્તમશ્રુત તરીકે નિશીથભાષ્ય ગાથા – ૬૧૮૪ માં જણાવેલું છે. छेदयं कम्हा उत्तमसुत्तं ? भण्णति जम्हा एत्थ सपायच्छित्तो विधी भण्णति, जम्हा य तेण चरणविसुद्धी करेति, म्हातं उत्तमसुतं । છેદગ્રંથને રહસ્યસૂત્ર પણ કહે છે. જીતકલ્પ, સાધ્વાચારથી સંબંધિત સંક્ષિપ્ત અને મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૦૩ ગાથાઓમાં પૂ.શ્રી. જિનભદ્રગણિક્ષમાશ્રમો જીતવ્યવહારથી સંબંધિત પ્રાયશ્ચિત્તોનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. મોક્ષનું કારણ ચારિત્ર છે અને ચારિત્રની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત દ્વારા થાય છે. જીતકલ્પગ્રંથ ઉપર ભાષ્ય ૨૬૦૮ ગાથાપ્રમાણ છે. પૂ.શ્રી સિદ્ધસેનસૂરિ મ.એ જીતકલ્પ ઉપર ‘જીયકપ્પ-ગુણી’ રચી છે. આ ‘જીયકપ્પ-ચુણી' ઉપર વિ.સં. ૧૨૨૭માં પૂ.શ્રી ચન્દ્રસૂરિ મ.એ ‘જીતકલ્પબૃહચૂર્ણિવિષમપદવ્યાખ્યા' ની રચના કરી છે. જીતકલ્પ ઉપર વિ.સં. ૧૨૭૫ માં ૧૭૦૦ શ્લોકપ્રમાણ ટીકા પૂ. શ્રી શિવપ્રભસૂરિજીના શિષ્ય પૂ. શ્રી તિલકાચાર્યએ લખી છે. જિનરત્નકોશના અનુસારે તેની ઉપર અવસૂરિ પણ લખાયેલી છે. તે હજી સુધી પ્રગટ થઈ નથી. જીતકલ્પ નામના ગ્રંથના કર્તા દુઃષમાન્થકારગ્રસ્તપ્રવચનપ્રદીપસમ પુણ્યનામથેય પૂ.શ્રી જિનભદ્રગશિક્ષમાશ્રમણ છે. તેના આધારે અનેક જીતકલ્પો અને તેના ઉપવિભાગરૂપ જીતકલ્પો પણ રચાયા છે. જેમ કે યતિજીતકલ્પ, શ્રાદ્ધજીતકલ્પ, લઘુશ્રાદ્ધજીતકલ્પ. અત્યારે સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો જેના દ્વારા જે કાંઇ પ્રાયશ્ચિત્ત આપે છે; તે અત્યંત મહત્ત્વના ગ્રંથો યતિજીતકલ્પ અને શ્રાદ્ધજીતકલ્પ છે. આ બંને ગ્રંથોને હસ્તલિખિત પ્રતો ઉપરથી પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શતાવધાની પૂ.મુ.શ્રી લાભસાગરજીગણિવરે અત્યંત પરિશ્રમ કરવાપૂર્વક વિ.સં. ૨૦૨૮માં છપાવ્યા હતા. ત્યારબાદ તે બંને ગ્રંથોને સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અંતિમ શિષ્યરત્ન વૈરાગ્યવારિધિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વિ.સં. ૨૦૬૩માં ઓપસેટ પ્રીન્ટ કરાવ્યા. વિ.સં. ૨૦૬૮માં પાલીતાણામાં ૪ મહિના (શેષકાળ)માં સમુદાયના યોગ્ય મુનિવરોને વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચનપ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની અનુમતિથી યતિજીતકલ્પ પોષ સુ.૧૩ થી વંચાવવાનો શરૂ કર્યો અને શેષકાળમાં જ આખો ગ્રંથ પૂર્ણ કર્યો. ત્યારે આ ગ્રંથમાં મુદ્રણાશુદ્ધિઓ જોવા મળી. તેનું શુદ્ધિકરણ કરવાપૂર્વક અને અન્ય ગ્રંથોમાં મળેલી ગાથાઓનું સૂચન કરવાપૂર્વક શ્રાદ્ધજીતકલ્પ અને યતિજીતકલ્પ = --------

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 226