Book Title: Gyansara Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનને સાગરની ઉપમા આપવામાં આવી છે. સાગર જેવા વિશાળ અને IA ગંભીર જ્ઞાનનો પાર પામવો અઘરો છે. પરન્તુ ઉપાધ્યાયજીએ તેનો સાર એટલે જ્ઞાનનો સાર ખૂબજ સંક્ષેપમાં આપીને આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. જેઓને આધિ-વ્યાધિને ઉપાધિથી મુક્ત થવાની ને અધ્યાત્મ પામવાની જિજ્ઞાસા છે તેઓને તો આ ગ્રંથ અમૃત સમાન છે. - શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. - આ ગ્રંથના પુનઃ પ્રકાશનના અવસરે સંસ્થાના ટ્રસ્ટીશ્રી કિરીટભાઈના પ્રયાસોથી જ્ઞાનસાર ગ્રંથના દરેક અષ્ટકના મર્મને ઝીલતા પોતાના આગવા સર્જન સમા ચિત્રો એમને જ લખેલ પરિચય સાથે છાપવાની ઓદાર્થપૂર્ણ અનુમતિ આપવા બદલ સહૃદયી ચિત્રસર્જક શ્રી પ્રેમ રાવળનો આભાર માનીએ છીએ. આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ મહેતાનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કયૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારી નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડુ યોગદાન આપને લાભદાયક થશે. અને, નવા ફલેવર તથા સા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. - તા. ૨૨ મે ૨૦૦૮ ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 553