Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 2
________________ ૪૬૨ માધ્યસ્થાષ્ટક-૧૬ ॥ अथ षोडशकं माध्यस्थाष्टकम् ॥ अथ विवेकी रागद्वेषवान् न भवति शुभाशुभसंयोगे मध्यस्थो भवति । अतो माध्यस्थ्यं निरूपयति । अत्र भावना - धर्मध्यानालम्बनरूपा चतुष्प्रकारा - मैत्री १, પ્રમોના ૨, માધ્યસ્થા રૂ, ॥ ૪, વજ્ર मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥११८॥ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, सः प्रमोदः परिकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्त्तेषु भीतेषु याचमानेषु जीवितम् । उपकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१२०॥ क्रूरकर्मसु निःशङ्कम्, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥१२१॥ જ્ઞાનસાર - (યોગશાસ્ત્ર, પ્રકાશ-૪, શ્લોક-૧૧૮ થી ૧૨૧) વિવેચન : જે આત્મા વિવેકી હોય છે, ભેદજ્ઞાનવાળો હોય છે, હેય-ઉપાદેયનો વિવેક કરનારો હોય છે તે આત્મા પૌદ્ગલિકાદિ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષવાળો થતો નથી. અર્થાત્ પુદ્ગલદ્રવ્યના શુભ વર્ણાદિ ગુણો જોઈને રાગી અને અશુભ વર્ણાદિ ગુણો જોઈને દ્વેષી થતો નથી તથા અનુકુલ જીવ ઉપર રાગી અને પ્રતિકુલ જીવ ઉપર દ્વેષી થતો નથી. પરંતુ શુભ અથવા અશુભ પદાર્થોનો સંયોગ થયે છતે મધ્યસ્થ જ રહે છે તેથી હવે મધ્યસ્થ અષ્ટકનું નિરૂપણ કરાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે ધર્મધ્યાનના આલંબન રૂપ ચાર પ્રકારની ભાવના આ પ્રમાણે છે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણા. આ ચારે ભાવનાના અર્થો યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં શ્લોક ૧૧૮ થી ૧૨૧ માં આ પ્રમાણે કહ્યા છે. કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ, સમસ્ત એવું આ જગત પાપોથી અને દુઃખોથી મુક્ત બનો, આવી જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૧૧૮૫ દૂર કર્યા છે (નાશ કર્યા છે) સમસ્ત દોષો જેઓએ એવા તથા વસ્તુતત્ત્વનું સૂક્ષ્મપણે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 136