Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) થાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને અંત મુહૂર્તમાં નાશ થાય છે એમ પ્રબોધન કર્યું છે. સર્વધર્મશાસ્ત્રોમાં ગુરૂને અપરંપાર મહિમા વર્ણવેલ છે. આત્મગુરૂના ઉપગ વિના અને અન્ય ઉપકારી ધર્મ ગુરૂના આલંબન વિના એકક્ષણ માત્ર ચાલી શકે તેમ નથી. ગુરૂની પ્રાપ્તિ તેજ મોક્ષની પ્રાપ્તિ છે. પ્રથમ તે ગુરૂપર અન્ધશ્રદ્ધા ધારવી પડે છે. આત્મજ્ઞાન થતાં અન્ધશ્રદ્ધા તેજ જ્ઞાન શ્રદ્ધાના રૂપમાં ફેરવાઈ જાય છે. ગુરૂપર રાગ મૂકડ્યા વિના વીતરાગ દશાની પ્રાસિ થતી નથી. પંચમહાવ્રતધારક સાધુઓ અપેક્ષાએ અનેક ગુરૂઓ છે અને દીક્ષા સમ્યકત્વ આદિની અપેક્ષાએ એક ગુરૂ હોય છે. આ પુસ્તકમાં ધાર્મિક ગુરૂ મહિમા વર્ણ છે. ધર્મગુરૂના શરણથી મુકિત થાય છે. શુદ્ધ નિશ્ચય નથની અપેક્ષાએ આત્માને ગુરૂ અનુભવી તેને જાતિ વેષ લિંગ કિયા ચાર મતપથથી ભિન્ન ગાયે છે એમ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ જાણુને જ્યાં જ્યાં વેષાચાર મતાદિક રહિત ગુરરૂપ વર્ણવ્યું હોય ત્યાં તેમ અવધવું. એકજ ગીતમાં વ્યવહારગુરૂ, આત્મગુરૂ, આત્મ સત્તા ગુરૂ અને આત્મ મહાવીરના ઉદ્દગાનું પણું પ્રગટીકરણ છે. એમ ગીતાર્થ ગુરૂની ગમથી જાણવું. જ્યાં અમત્વ ચેતનત્વ છે ત્યાં ગુરૂત્વ છે અને તે ગુરૂત્વ સર્વ લેકવ્યાપી માં છે અને તે બ્રહ્માસત્તા દૃષ્ટિથી અવલેકવું એમ ઉદ્દગાથી કેટલેક સ્થળે આ ગ્રન્થમાં કેટલાંક ગીતમાં વર્ણવ્યું છે. તમે ગુણી રજોગુણ અને સત્વગુણી એમ ત્રણ પ્રકારની ગુરૂની સેવા ભક્તિ છે તેમાં સવિક સેવા ભતિ સર્વથી શ્રેષ્ઠ છે અને તે સાત્વિજ્ઞાન પ્રકાશિકા છે. એક સદગુરૂ કરીને તેને સર્વ સ્વાર્પણ કરીને વર્તવામાં શિષ્ય ભક્તના આત્મજ્ઞાનની પૂર્ણશુદ્ધિ થાય છે અને તેથી મનમાં મેહ વગેરે દોષે રહેતા નથી એમ વર્ણવીને ગુરૂની. મહત્તાને ખ્યાલ આવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારિ ગુરૂમાં દેવ ગુરૂત્વ આત્મતત્વ રહ્યું છે તેથી ગુરૂની સેવામાં અપેક્ષાએ દેવની સવા ભકિત સમાઇ છે અને તેથી આત્મશુદ્ધિ થાય છે એમ ગાયું છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198