Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને ગુરૂરૂપ માનતાં ગુરૂમાં વેષાચાર મતોથી પૂગતી દોષબુદ્ધિ થતી નથી અને તેથી ગુરૂ પર અખંડ પૂર્ણ શ્રદ્ધા પ્રેમ રહે છે અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તર્કસંશય કરતાં શ્રદ્ધાપ્રેમનું અનતગણું સામ્રાજ્ય પ્રવર્તે છે. પ્રેમ શ્રદ્ધા વિના ગુરૂમાં સૌન્દર્ય, પ્રેમ, પ્રભુતાનું દર્શન થતું નથી. માટે ગુરૂમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરવી તેમાં તર્કવિવાદની જરૂર નથી. પ્રેમશ્રદ્ધા એજ હૃદય છે. અને તર્કબુદ્ધિ એ મગજ છે. આચરણમાં મગજ કરતાં હૃદયની અનંતગુણું મહત્તા છે. ગુરૂના આશચોને જાણનાર ગુરૂને સત્યભકત બને છે. ગુરૂના હૃદયમાં પ્રવેશવા માટે શ્રદ્ધાપ્રેમજ ઉપગી છે. જ્યાં સુધી ગુરૂના જેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્ત શિષ્યએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું. ગુરૂ કહે તેમ કરવું પણ ગુરૂ કરે તેમ ન કરવું એ અપેક્ષાએ સમજવું. ગુરૂના બોલવામાં ચાલવામાં પ્રવૃત્તિમાં શંકા પડે તે તેને પુછીને નિર્ણય કરી સંશય રહિત થવું પણ સંશયી આત્મા ન બનવું. કારણ કે સંશયી બનવાથી આત્માને નાશ થાય છે. ગુરૂમાં પૂર્ણ શ્રદ્ધા પ્રિમ વધારવાથી આત્મજીવનને પ્રકાશ થાય છે. ગુરૂ જે કંઈ કરવા કહે તે અપેક્ષાએ સત્ય છે એ દઢ નિશ્ચય થતાંની સાથે ગુરૂના શિષ્યકિતનું પદ પ્રાપ્ત થાય છે. ગુરૂમાં શ્રદ્ધા પ્રીતિ થતાંની સાથે પૂર્વે જે જે અવળું લાગે છે તે પશ્ચાત સવળું પરિણમે છે. એકવાર સદ્દગુરૂપર વિશ્વાસ મૂકે અને તર્કવિતર્ક વિચારને ત્યાગ કરે, પશ્ચાત્ જુઓ તમારે આત્મા કેટલી બધી આત્માની ઉચ્ચદશા. પામે છે. ગુરૂનું હૃદયમાં સમરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરતાં કમલેગીનું પદ પ્રાપ્ત થાય છે. ગુરૂના ભક્તને ગુરૂમાં ભકિત ધારણ કરવામાં બુદ્ધિવાદની જરૂર નથી. શ્રદ્ધા પ્રેમ વિનાની તર્કબુદ્ધિથી અર્કતલની પેઠે જ્યાં ત્યાં પરિભ્રમણ થાય છે, પણ શાંતિ રિથરતાની પ્રાપ્તિ થતી નથી. તર્કો પર તર્કની પરંપરાથી વિવાદની પરંપરા વધી પડે છે, અને તેથી કંઈ પણ ગુરૂપર ગુરૂબુદ્ધિ થતી નથી અને પરિણામે શુતા કરતા ઘણું વધ્ધી જાય છે અને હૃદયમાં પ્રેમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 198