________________
૨૪
સરલ રસિક અને માધપ્રદ છે કે-આજે પણ ભાવશ્યક—ચૈત્યવંદનાદિમાં તે હાંશપૂર્વક ગવાય છે. તેમની નાનામાં નાની કૃતિમાં પણ તર્ક અને કાવ્યના પ્રસાદ તરી આવે છે. આવા એક પ્રાસાદિક કવિ, મુક્તિ માર્ગના અનન્ય ઉપાસક, અખંડ સંવેગી, ગુણરત્નરત્નાકર, નિમિડ-મિથ્યાત્વ-વાંત–દિનમણિ, પ્રખર જિનાજ્ઞા પ્રતિપાલક અને પ્રચારક મહાપુરૂષનું સ્મરણ જૈનામાં કાયમ રહે એ માટે જેટલા પ્રયત્નો થાય તેટલા કરવા આવશ્યક છે.
આ મહાપુરૂષની સાચી ભક્તિ તેમની કૃતિઓના પ્રચાર કરવામાં રહેલી છે. આ સ્થળે એક વાત યાદ રાખવા જેવી છે કે-આ મહાપુરૂષની કૃતિઓ ગંભીર શ્રી જિનાગમરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરિત થયેલી છે, તેથી તેનાં રહસ્યના પૂરેપૂરો પાર પામવા માટે આગમ શાસ્ત્રોના પારગામી ગીતા ગુરૂએના ચરણાની સેવાના આશ્રય એજ એક પરમ ઉપાય છે, આ મહાપુરૂષની કૃતિઓના ગુરૂગમ પૂર્વક અભ્યાસ અથિ આાત્માઓને જૈનશાસનના તલસ્પર્શી આધ કરાવે છે તથા સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપી મેાક્ષમાની આરાધનામાં ઉત્તરાત્તર પ્રગતિ કરાવી આત્મિક જ્ઞાનત સુખસાગરમાં નિશ્ચિતપણે ઝીલાવે છે.