________________
ટીકામાં અન્ય ગ્રંથના લેકે સૂત્રને સાક્ષીરૂપે ટાંકી પ્રાસંગિક ટીકા રચવાની શૈલી જોતાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિમહારાજે આવશ્યક નિર્યુક્તિની ટીકામાં કાર્યોત્સર્ગ અધ્યયનમાં કરેલ ધ્યાનશતકના સમાવેશની તથા પંચવસ્તુમાં કરેલ સ્તવપરા અધ્યયનના સમાવેશની યાદી આપી જાય છે. આ રીતે જોતાં તેઓ શ્રીમદે ઘણું ઘણું વિષયમાં ઘણું ઘણી રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાનું અનુસરણ કરીને “લઘુ હરિભદ્ર ના નામને સાર્થક કર્યું છે.
આવી પરાકાષ્ટા પ્રાપ્ત વિદ્વત્તાને વરેલા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું હૃદય કેવું ભગવદ્ભક્તિથી ભરેલું હતું, તેની પ્રતીતિ તેમણે રચેલાં સ્તવને કરાવી જાય છે.
આવા તર્કવાદી હવા સાથે સાથે તેઓ પરમ શ્રદ્ધામાંથી પ્રગટેલ ભક્તિથી વિભેર હોય તે સ્થિતિનું દર્શન જ શ્રદ્ધાના સિંચનથી હૃદયને ખૂબ જ ભીનું ભીનું બનાવે તેવું છે.
જગતના બુદ્ધિમાનેને હંફાવનારે ધુરંધર બુદ્ધિમાન બાળક જે બનીને ભગવાન પાસે કાકલુદી કરતે હેય. - કાલી કાલી ભાષામાં પિતાના ભક્તિભાવને રજુ કરીને ભગવાનના ચરણેમાં બાળભવે નમતે હેય અને પિતાની આરજૂ વ્યક્ત કરતે હેય.
એક પ્રિયતમા પિતાના પ્રીતમને મનાવવા જેમ નવી નવી રીત અજમાવે અને વિવિધ રીતે પિતાની વીતકકથા. વિરહની લાગણી દર્શાવી પ્રીતમને રીઝવવા યત્ન કરે એવી રીતે પરમાત્મતત્વ સ્વરૂપ પ્રીતમ સમક્ષ પ્રિયતમાના સ્વરૂપે વિનવને હોય.