________________
૫૭
માટે સંપાતવાસી શ્રીજી મહાસના કરવી છે.
માટે સંપાદનનું કાર્ય કરવા આજ્ઞા કરી અને તેઓ શ્રીમદુના આજીવન અંતેવાસી પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજે મને એ માટે પ્રેરણા કરવા દ્વારા તેઓશ્રીમદુના અક્ષરદેહની ઉપાસના કરવાની તક આપી, ત્યારે મેં અંતઃકરણપૂર્વક ખૂબ જ ધન્યતા અનુભવી છે.
ગૂર્જર સાહિત્ય સંગ્રહના બીજા ભાગમાં જ બૂસ્વામીને રાસ, અને દ્રવ્યગુણપર્યાયનો રાસ ટબા સાથે છપાયેલ છે. તેમજ તેઓશ્રીએ પૂર્ણ કરેલ શ્રીપાળ રાસ સિવાયની લગભગ ઉપલબ્ધ થયેલી ગુજરાતી તમામ કૃતિઓ આ પહેલા ભાગમાં સમાવી લીધી છે. પહેલા ભાગની પહેલી આવૃત્તિમાં આપેલ શુદ્ધિવૃદ્ધિપત્રકના આધારે શુદ્ધિવૃદ્ધિ કરવા સિવાય બીજો કોઈ ફેરફાર નવી આવૃત્તિમાં કર્યો નથી. પહેલી આવૃત્તિમાં પિજ ૭૦, ૭૫ ઉપર છપાયેલ સ્તવનની પહેલી અડધી ગાથા બીજી આવૃત્તિ છપાયા બાદ “શાંતિ સૌરભ ત્રિશતાબ્દિ વિશેષાંક પેજ 91 ઉપર જોવા મળી, આથી તેને શુદ્ધિપત્રકમાં ઉમેરે
અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧ ના છપાયેલ ફરમાનું શુદ્ધિદર્શન તૈયાર કરી આપવા બદલ પરમ તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી નરચન્દ્રવિજયજી મહારાજ તથા મારા આત્મિક ઉત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિમાં વાત્સલ્યભાવે સદાયે આશીર્વાદ આપી મારા ઉત્સાહની અભિવૃદ્ધિ કરનાર માશ ગુરુદેવ આજીવન ગુરુચરણસેવી, વર્ધમાન તપેનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજના ઉપકારનું આ ક્ષણે સમરણ કરી વંદના કરું છું.