________________
સાથેના તાત્વિક મતભેદે એમના મિથ્યા-સિદ્ધાંતની સમાલેચના, ઉન્માર્ગ પ્રવર્તકોની કઠેર આલેચના, સુગુરુ-ગુરુનું સ્વરૂપ, સમતા-સમાધિભાવમાં સ્થિર રહેવા માટેની સામગ્રી, અંતિમ સમાધિ માટેની સાધના, પાંચપરમેષ્ઠિનું સ્વરૂપ, સમ્યક્ત્વના છ સ્થાને, સંયમ શ્રેણી વગેરે વિષયેના નિરૂપણ દ્વારા ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવી એની ગરિમાને ગરિષ્ઠ બનાવી છે.
આવા સમૃદ્ધ ગૂર્જર સાહિત્યને ખૂબ જ પરિશ્રમપૂર્વક સંગ્રહિત કરી તેને વર્ષો પૂર્વે “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧-રમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. - આ રીતે વિવિધ પ્રકારે તેઓ શ્રીમદે શ્રી જૈન સંઘ ઉપર કરેલે ઉપકાર વર્ણનાતીત છે, જે ઉપકારેનું સ્મરણ થતાં જ હૈયું ગદ્ગદિત થઈ જાય છે.
તેઓ શ્રીમદ્દના સ્વર્ગવાસને આ વર્ષે ૩૦૦ વર્ષ પરિપૂર્ણ થાય છે. જૈન સંઘ ઉપર આ મહાન ઉપકાર કરનાર મહર્ષિના સાગપાંગ જીવન પ્રસંગેની કે એમના જન્મ સ્વર્ગવાસના દિવસની નોંધ મેળવવા પણ આપણે ભાગ્યશાળી બની શક્યા નથી, એ ખેદની વાત છે. આવા સમર્થ સાહિત્યસર્જક મહાપુરૂષે પિતાના જીવન ઉપર પ્રકાશ પાડે એવું કંઈ લખ્યું નથી. એ એમની અંતર્મુખતાની પ્રતીતિ કરાવે છે. અને તે કાળના અન્ય સાહિત્યસર્જકે પણ એની નેંધ ન લીધી એ પણ દર્શાવે છે કે તેઓશ્રીએ કેવા કપરા સંજોગોમાં અને કેવા કેવા કેને વિધ વેઠીને માર્ગ રક્ષા કરી હશે અને એ માર્ગ-રક્ષાના ફળરૂપે એમને અને એમના રચેલા