________________
સાહિત્યનો સંચય કર્યો હતો તેમજ આ પ્રકાશનમાં તેઓની જ પ્રેરણા મુખ્ય હતી. તેઓએ પ્રેસકોપી કરાવી, અમદાવાદ અને અન્ય સ્થળોના ગ્રન્થ ભંડારની હસ્તલિખિત પ્રતિએ મંગાવી શુદ્ધિ આદિ માટે ઘણો પરિશ્રમ ઉઠાવ્યા હતા. મુદ્દે પણ તેઓએ શોધ્યાં હતાં અને ગ્રન્થકારને પરિચય પણ તેઓએ લખેલે છે.
વકીલ મેહનલાલ દલીચંદ દેસાઈ : પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાની કેટલીક અપ્રકટ કૃતિઓ તેઓ પાસેથી મળી છે. તેઓને મોકલવામાં આવેલી પ્રેસકોપીઓ તેમણે શેધી છે અને તેમાં હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી પૂવે પિતે સંગ્રહ કરેલા તથા નવા પાઠાંતરો આદિ • ઉમેર્યા છે. પ્રફનું સંશોધન પણ તેમણે પરિશ્રમપૂર્વક કર્યું
છે. શ્રી જશવિલાસમાં દરેક વિષયને જુદા પાડી, દરેક પદની ઉપર વિષયને લગતું મથાળું કરી તેઓએ તેને ક્રમબદ્ધ કરેલ છે. અન્ય કૃતિઓના જુદા જુદા વિષયોને લગતાં મથાળાં પણ તેમણે કર્યા છે. ૭૯ મા પાના ઉપરની તથા અન્ય સ્થળોએ નેંધ તેમણે કરેલી છે. શુદ્ધિ વૃદ્ધિ પત્રક, અનુક્રમણિકા તથા આધારભૂત પ્રતેની નોંધ પણ તેઓએ તૈયાર કરેલી છે.
પ્રાન્ત-સાધનસામગ્રીની પરિમિતતા તથા સંશોધનકાર કે મુદ્રકાદિના દષ્ટિદેષાદિ કારણેએ પ્રસ્તુત ગ્રંથમાં પૂજ્યપાદ શ્રી ગ્રન્થકાર મહર્ષિના આશયવિરૂદ્ધ અગર શ્રી જિનમતથી વિપરીતપણે જે કાંઈ લખાયું અગર છપાયું હોય તે બદલ અંતઃકરણપૂર્વક મિથ્યાદુકૃત યાચી ગ્રંથઅધ્યયનમાં દત્તચિત્તે પ્રવૃત્ત થવા વિનવીએ છીએ.