________________
ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદેવસૂરિજી મહારાજાને આ અજોડ પંડિત અને અનુપમ શ્રતધર શ્રી યશોવિજયજીને પંચ પરમેષ્ટિના ચોથા શ્રી ઉપાધ્યાયપદે સ્થાપવાની આગ્રહ પૂર્વક વિનંતિ કરી. વિચ્છિરોમણિ શ્રી યશોવિજ્યજીએ વિશસ્થાનક એળીને તપ આદર્યો. પરમ સંવેગી એવા તેમણે ગુરૂનિશ્રામાં પિતાના સંયમને પ્રતિદિન ઉજ્જવળ બનાવ્યું. તે વખતે શ્રી જય મ આદિ પંડિત મુનિવરોની મંડળીએ તેમનાં પાવનકારી ચરણેની સેવા કરી. વિધિપૂર્વક તપની આરાધના પૂર્ણ થયે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયદેવસૂરિવરના પટ્ટધર શ્રીમદ્ વિજ્યપ્રભસૂરિજીએ સંવત્ ૧૭૧૮ માં તેમને વાચક (ઉપાધ્યાય) પદ સમર્પણ કર્યું. ત્યારથી શ્રી જશવિજય વાચક “સુરગુરૂના અવતાર' તરીકે પ્રસિદ્ધ થયા.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની સઘળીયે ગ્રંથરચનાઓ એ શ્રી જિનેશ્વરના આગમે અને આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, ભગવાન શ્રી હરિભદ્રસૂરિ આદિ સમર્થ શ્રતધરના
અતિશય કઠિન ગ્રંથરત્નમાંથી ઉદ્ધરિત થયેલી છે. શ્રી જિનેશ્વરતેનું આગમ અને તેને અનુસરતું શાસ્ત્ર નય, નિક્ષેપ, ભંગ, પ્રમાણ આદિથી ભરપૂર હેઈ સાગર જેવું છે અને એથી શ્રી ઉપાધ્યાયજીની વચનરચના સરલ, રસિક અને સુંદર હોવા છતાં પણ, અતિ ગંભીર હોવાથી કેઈ ધીર આત્મા જ તેને પારને પામી શકે છે. એ મહાપુરુષની શાસ્ત્રરચના સમુદ્રસમાન ગંભીર, ચંદ્રિકા જેવી શીતલ તથા ગંગાના તરંગ જેવી ઉજજવળ, નિર્મળ અને પવિત્ર હેવાથી ભમ