Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 8
________________ પ્રકાશનમાં થતા વિલંબ માટે સરકારને અમને તથા વાચકને વસવસો રહ્યા કરે છે. રાજ્ય સરકારનું વહીવટી તંત્ર વહીવટી પ્રક્રિયા સરળ કરે તે એમને ઘણો વિલંબ નિવારી શકાય. વસ્તુતઃ લેખન તથા પ્રકાશનમાં થતો વિલંબ અમારા હાથ બહારનાં પરિબળોને લીધે થતો હોય છે, છતાં અગાઉ જણાવ્યા મુજબ આ ગ્રંથમાલાની યોજનાની સફળતાને યશ મુખ્યત્વે સરકારી અનુદાનને તથા વિદ્વાનોના સહકારને ફાળે જાય છે. આ ગ્રંથના સંપાદન-કાર્યમાં તથા વંશાવળીઓ તૈયાર કરવામાં અમને . પ્ર. ચિ. પરીખને સતત સક્રિય સહકાર સાંપડ્યો છે. પ્રફવાચનમાં અધ્યાપક કે. કા. શાસ્ત્રીએ સતત સક્રિય સાથ આપે છે. સંદર્ભસૂચિ તથા શબ્દસંચિ કરવામાં ડે. ભારતીબહેન શેલતે ઘણી જહેમત લીધી છે. અમારા આ સવ સહકાર્યકરોની સેવાની અહીં સાભાર નોંધ લઈએ છીએ. ગ્રંથના અંતે નકશા, આલેખ તથા વાસ્તુકલા શિલ્પકલા અને ચિત્રકલાની નમૂનેદાર કૃતિઓના ફોટોગ્રાફ આપવામાં આવ્યા છે, જેથી એને લગતાં પ્રકરણનું લખાણ સમજવામાં સરળતા રહે આ ચિત્રો માટેના ફેટોગ્રાફ તથા બ્લેક જે સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી મળ્યા છે તે સહુને અન્યત્ર ણસ્વીકાર કર્યો છે. વળી એ ચિત્રોના પ્રકાશનની પરવાનગી આપવા માટે અમે એ સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૌજન્યની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. અનેક તજજ્ઞ વિદ્વાનોના સમૂહ વડે લખાયેલ મુઘલ કાલને લગતે આ ગ્રંથ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના અભ્યાસીઓને આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથની જેમ ઉપયોગી નીવડશે અને રાજ્ય સરકારના માતબર અનુદાનને લઈને ઘણી ઓછી કિંમતે મળતા આ દળદાર સચિત્ર ગ્રંથને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ ઉમંગભેર ખરીદીને આ ગ્રંથમાલાને સક્રિય પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ. જે. જે. વિદ્યાભવન રે છે. માર્ગ અમદાવાદ તા. ૩૦-૧૨-૧૯૭૮ રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી - સંપાદકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 668