Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 10
________________ તક આપી છે તેને માટે એને જેટલું આભાર માનીએ તેટલે ઓછો છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે તેને માટે અમે એ વિભાગના સંચાલકોને હાર્દિક આભાર માનીએ છીએ. | ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ જનાને પાર પાડવામાં રાજય સરકારનું સક્રિય પ્રોત્સાહન હંમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. અમારી આ ચેજના અંગે કિંમતી સલાહસૂચનો આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યોને ઉપકાર માનીએ છીએ. અમારા નિમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથમાં પ્રકરણ તૈયાર કરી આપ્યાં છે તે સહુને હાર્દિક આભાર માનીએ છીએ. એમાં અધ્યા, કે. કા. શાસ્ત્રીએ ઉઠાવેલ જહેમત ખાસ ધપાત્ર છે. અમારા સંપાદન-કાર્યમાં તેમજ કૂફવાચનમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ સતત સક્રિય સાથ આપે છે તથા નકશાઓ, આલેખો, ફોટોગ્રાફે, સંદર્ભસૂચિ અને શચિમાં અમારા બીજા સહ-કાર્યકર છે. કાંતિલાલ છે. સેમપુરાએ સક્રિય મદદ કરી છે એની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. | ફોટોગ્રાફ માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૌજન્યને લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ઋણવીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજ્ય સરકારનાં લાગતા વળગતાં ખાતાંઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ. ગ્રંથ ૧-૨ માંના નકશાઓ સરકારની મંજૂરી મુજબ પ્રકાશિત થયા છે. ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યક સંસ્થાઓ તેમજ ઈતિહાસરિસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર તથા પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ. જે. જે. વિદ્યાભવન રસિકલાલ છો. પરીખ ૨. છો. માર્ગ હરિપ્રસાદ સં. શાસ્ત્રી અમદાવાદ-૯ તા. ૦૧-૧૨-૧૯૭૧

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 678