________________
તક આપી છે તેને માટે એને જેટલું આભાર માનીએ તેટલે ઓછો છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે તેને માટે અમે એ વિભાગના સંચાલકોને હાર્દિક આભાર માનીએ છીએ. | ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ
જનાને પાર પાડવામાં રાજય સરકારનું સક્રિય પ્રોત્સાહન હંમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ.
અમારી આ ચેજના અંગે કિંમતી સલાહસૂચનો આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યોને ઉપકાર માનીએ છીએ.
અમારા નિમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથમાં પ્રકરણ તૈયાર કરી આપ્યાં છે તે સહુને હાર્દિક આભાર માનીએ છીએ. એમાં અધ્યા, કે. કા. શાસ્ત્રીએ ઉઠાવેલ જહેમત ખાસ ધપાત્ર છે.
અમારા સંપાદન-કાર્યમાં તેમજ કૂફવાચનમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ સતત સક્રિય સાથ આપે છે તથા નકશાઓ, આલેખો, ફોટોગ્રાફે, સંદર્ભસૂચિ અને શચિમાં અમારા બીજા સહ-કાર્યકર છે. કાંતિલાલ છે. સેમપુરાએ સક્રિય મદદ કરી છે એની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. | ફોટોગ્રાફ માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૌજન્યને લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ઋણવીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજ્ય સરકારનાં લાગતા વળગતાં ખાતાંઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ.
ગ્રંથ ૧-૨ માંના નકશાઓ સરકારની મંજૂરી મુજબ પ્રકાશિત થયા છે.
ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યક સંસ્થાઓ તેમજ ઈતિહાસરિસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર તથા પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ. જે. જે. વિદ્યાભવન
રસિકલાલ છો. પરીખ ૨. છો. માર્ગ
હરિપ્રસાદ સં. શાસ્ત્રી અમદાવાદ-૯ તા. ૦૧-૧૨-૧૯૭૧