________________
લક્ષણો તથા પુરાવતુકીય અન્વેષણની જુદી જુદી બાબતનો પરિચય આપવામાં આવ્યો છે ને પછી ગુજરાતમાં એ અન્વેષણ દ્વારા મળેલી આદ્ય પાષાણયુગ, મધ્ય પાષાણયુગ, અંત્ય પાષાણયુગ અને નૂતન પાષાણયુગની પ્રા ઐતિહાસિક સંસ્કૃતિઓ નિરૂપવામાં આવી છે. એ પછીનાં બે પ્રકામાં ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ નિરૂપાઈ છે, જેમાં પ્રાગુ-હડપ્પીય સંસ્કૃતિઓ, હડપ્પીય સંસ્કૃતિઓ તેમજ અનુ-હડપ્પીય તામ્રપાષાણયુગીન સંસ્કૃતિઓને સમાવેશ થાય છે. તેથલમાં મળેલી સંસ્કૃતિ સિત્તેરેક પૃષ્ઠ જેટલા વિસ્તારથી પહેલવહેલી આ ગ્રંથમાં નિરૂપાઈ છે. અન્ય સ્થળોમાં દેસલપર, રંગપુર. રોજડી શ્રીનાથગઢ) અને પ્રભાસ ખાસ નોંધપાત્ર છે.
પુરાવસ્તુકીય અન્વેષણની જેમ આનુશ્રુતિક વૃતાંત પણ આઘ-ઐતિહાસિક કાલ વિશે કેટલીક માહિતી પૂરી પાડે છે. ખંડ ૩ માં શાર્માતે, ભૃગુઓ, હૈહયો અને યાદવોને લગતા આનુતિક વૃત્તાંતની રૂપરેખા આલેખવામાં આવી છે. યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણયના પ્રશ્નની ચર્ચા એમાં પરિશિષ્ટ-રૂપે આપવામાં આવી છે.
પ્રા-ઈતિહાસ અને આઇ-ઈતિહાસ અહીં પૂરો થાય છે, પરંતુ ગ્રંથ ૨ માં ઐતિહાસિક કાલ શરૂ કરતાં પહેલાં એની ભૂમિકારૂપે ગુજરાતનાં પ્રાચીન સ્થળો, અહી આવી વસેલી પ્રાચીન જાતિઓ અને પ્રાચીન કાળમાં અહીં પ્રયોજાયેલી કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓને પરિચય આપવાનું આવશ્યક જણાતાં, ખંડ ૪ ઉમેરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને ગ્રંથ ૨-૩-૪ને આવરી લેતા પ્રાચીન કાલને લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે. આ ભૂમિકાને લઈને પછીના એ ગ્રંથમાં એ બાબતો પૂર્વપરિચિત બની રહેશે. ગુજરાતનાં પ્રાચીન પ્રદેશે, પર્વત, વન-ઉપવને, નદીઓ, તીર્થો અને નગરોને આટલે વિગતવાર અને સંદર્ભ પ્રમાણિત પરિચય આ ખંડનું જ નહિ, આખાય ગ્રંથનું વિસ્તૃત પ્રકરણ છે. પ્રાચીન ગુજરાતમાં પ્રજાયેલા જુદા જુદા સંવત અને એનાં વર્ષ તથા માસ ગણવાની સંશોધનાત્મક પદ્ધતિઓની સમીક્ષા પણ પહેલવહેલી આ ગ્રંથમાં રજૂ થઈ છે.
અમારી આ આખી યોજનાનો મુખ્ય આધાર ગુજરાત રાજ્ય સરકારના માતબર અનુદાન પર રહે છે. આ ગ્રંથમાલા તૈયાર કરાવી પ્રકાશિત કરવા માટે ૭૫% અનુદાન આપવાનું મંજૂર કરી સરકારે અમારી સંસ્થાને ઈતિહાસના વિષયમાં ગુજરાતની પ્રજાની તથા ગુજરાતી ભાષાની સેવા કરવાની આ જે મહાન