________________
(૭૫) આવે છે, નળનાં પાણી મુકી બેરીએ જવાય છે. બારીઆમાં બદ્રિકા માતાનું સ્થાન છે. અહીં અગાઉ હીરાગર નામે બા રહેતે હતો. તેના ઉપર કઈ ખાંટે વહેમ આ કે તે માંસમાટી ખાય છે. તેથી તેની ઓરડીમાં દેવતા લેવાના બહાને ગ. ઢાંકણી ઉઘાડી જુએ છે તે ચોખા ચડતા જોયા. બાવાએ શ્રાપ દીધું કે ખાંટ લેકેની પડતી આવશે. ત્યારથી ખાંટ લેકેનું જોર ગીરનારમાં ઘટી ગયું. તેઓ માત્ર સોડવદરમાં હાલ ગરાસ ખાય છે. બેરીઆની જગા કાઠી લેકેના હાથમાં હતી પણ હાલમાં તે સ્થાન સેવાદાસજીની દેખરેખ તળે છે, ને નવાબ સાહેબનું ઉપરીપણું છે. બારીઆથી લાખામેડીને કેડે જે તળેટીની સડક ઉપર છે ત્યાં અવાય છે. દીવાન અનંતજી અમરચંદ જે ભાવનગરના ગગા ઓઝા જેવા તથા જામગનરના ભગવાનજીની જેડીના કહેવાતા હતા તેમણે બાર ગાઉની પ્રદક્ષિણા ઠાઠથી કરી હતી એમ કહેવાય છે. ૨૪ ગાઉની પ્રદક્ષિણમાં નીચે પ્રમાણે ગામ અનુકમે આવે છે. સાબળપર, બાહ્મણગામ, હડમતીયું, કાથરોટું, બરીયાવડ, કરીયંદુધાળું, છેડવડી, બીલખા, ખડીઆ, ડુંગરપર, ને પાદરીયું.
સ્કંદપુરાણમાં વર્ણવેલું પ્રભાસક્ષેત્ર ૪૮ ગાઉના ઘેરાવાવાળું છે, પ્રભાસક્ષેત્રનું ગર્ભગૃહ વસ્ત્રાપથ ક્ષેત્ર જ્યાં શીવજીએ પિતાનું વસ્ત્ર ફેંકી દીધું હતું તે ૨૪ ગાઉના ઘેરાવાવાળું છે, તે વસ્ત્રાપથના ગર્ભગૃહ ગિરનારને ઘેરા ૧૨ ગાઉન છે.