Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 267
________________ ( ૨૦ ) બરોબરીઆ શત્રુને મારવા શિવાય જીવતાં સુધી કેઈપણ મનુષ્યવધ નહીં કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે. દાનાદિ ગુણ-જે દયાવાન તથા પિતાની મેળે શરણે આવેલા લોકેનું વિશેષપણે રક્ષણ કરનાર છે. પૂર્વ પશ્ચિમ આકરાવતી, અનુપ દેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરકચ્છ, સિંધુ, સિવીર, કુકુર, અપરાંત, નિષાદ વગેરે સર્વ દેશે જેમાંનાં નવાં શહેરેના તથા બજારના માણસો પણ ચેર, સર્પ, પશુ, રેગ વગેરે ઉપદ્રવથી મુકત છે. જેઓ પોતાના પરાક્રમથી મેળવેલી રાજભકત પ્રજાવાળા છે, જેમાં તેના પ્રભાવને લીધે ઈષ્ટ વસ્તુ મળી શકે છે તેઓને જે સ્વામી છે. સર્વ ક્ષત્રીઓની અંદર મળેલી વાર પદવીને લીધે ગર્વ પામી તાબે નહીં રહેલા ચોદ્ધાઓને જેણે બળાત્કારે જડમૂળથી નાશ કર્યો. દક્ષિણપથના રાજા સાતકણિને ખુલ્લી રીતે બે વાર જીતીને પિતાને નિકટ સંબંધી હોવાથી જીવતે છોડી દઈ જેણે યશ મેળવ્યું જે વિજયી તથા પદભ્રષ્ટ થયેલા રાજાઓને ફરીને બેસારનાર છે. એગ્ય ઉદારતાથી જેણે ધમની ઉત્કૃષ્ટ પ્રીતિ મેળવી છે, વ્યાકરણ, તર્ક, સંગીત, નીતિ વગેરે મટી વિદ્યાઓને અભ્યાસ કરવાથી, તેમને યાદ રાખવાથી, તેમને સારાંશ સમજવાથી તથા તેમને ઉપગ કરવાથી જેણે પુષ્કળ યશ મેળવ્યો છે. હાથી, ઘોડા, રથને ફેરવવા, ઢાલ, તરવાર વગેરેથી યુદ્ધ જેનું કામ શત્રુરૂપી સેના ઉપર ટુંકે તથા સહેલું જણાય છે. દાનમાન આપવાને તથા અપમાન નહીં કરવાને જેનો સ્વભાવ છે,

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286