________________
( ૧૭૮ )
તે સાંભળી સિદ્ધરાજે તેને જીવતા મૂકયા. રાણકદેવીને પાટણ લઇ જઇ પોતાની પટરાણી કરી રાખવા ઘણું સમજાવી પણ તેણીએ માન્યું નહીં. તેથી આખરે તેના મેટા પુત્રને પણ તેના દેખતાં માર્યો. આથી રાણકદેવીએ પાતાના પતિ રા' ખેંગારની પાઘડી ખેાળામાં મૂકી ચિતામાં પ્રવેશ કરી કહ્યું, હું ભાગાવા ! મને રા' ખેંગારે ભાગવી છે ને હવે તુ ભાગત્ર. સિદ્ધરાજે પાતાની પછેડી તેના ઉપર ફેંકી. ત્યારે રાણકદેવીએ કહ્યું : જો મારી સાથે પરભવમાં પરણવા ચાહતા હાય તે તું પણ ચિતામાં પ્રવેશ કર. સિદ્ધરાજે ના પાડી. તેથી પોતે બળીને સતી થઇ. તેની દેરી હાલ પશુ વઢવાણમાં છે.
વનરાજના વણિક મત્રી ચાંપા જેણે ચાંપાનેર વસાવ્યું હતું તેના વશમાં સાજન મંત્રી થયા. સાજનને સૈારાષ્ટ્રના કારભાર સિદ્ધરાજે સોંપ્યા હતા. તે દરમિયાન તેણે બાર વરસની સેારડની ઉપજ પાટણ માકલી નહિ. પણ ગીરનાર ઉપર નેમિનાથ નું દેરૂં ફરી બંધાવવામાં ખરચી; પરન્તુ કાઇએ ચાડી ખાવાથી સિદ્ધરાજ સારઠમાં આવ્યા. તે ઉપરથી જુનાગઢના શ્રાવકોએ અગાઉથી સિદ્ધરાજને આપવા માટે ટીપ કરવા માંડી. તે વખતે વણુંથલીમાં ભીમા કુંડલીઓ નામે વાણિઓ જે પેાતાના પુન્ય -પ્રતાપથી ઘણા પૈસાદાર હતા તેણે એકલાએ સિદ્ધરાજ માગે એટલુ નાણુ આપવા સાજન આગળ કબુલ કર્યું.
અનુક્રમે ગીરનાર ઉપર હવા ખાવાને અહાને સાજન