Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 28
________________ દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ વિનય-વિવેકસહ વિદ્યાભ્યાસ વધાર્યો. ગુરુદેવ સાથે કપડવંજ, અમદાવાદ, મુંબઈ આદિના ચાર્તુમાસો કર્યા અને શાસ્ત્રો, કાવ્યો, ન્યાય-વ્યાકરણ આદિ ગ્રંથોનો અભ્યાસ આગળ વધાર્યો. મુંબઈથી ખંભાત, પાલીતાણા, વાંકાનેર, રાધનપુર, અમદાવાદ, વઢવાણ, લુણાવાડા આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. ૧૯૯પનું લુણાવાડાનું ચોમાસુ પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. અને પ.પૂ. શ્રી તિલકવિજયજી મ.ની નિશ્રામાં કર્યું. આ ચોમાસા દરમ્યાન કલ્પસૂત્રના, નંદીસૂત્રના, અનુયોગદ્વારના અને દશ પયગ્રાસૂત્રના જોગ કર્યા. સં. ૧૯૯૬ના અમદાવાદના ચોમાસા દરમ્યાન પૂ.પં. શ્રી શાંતિવિજયજી મ.સા. તેઓશ્રીને મહાનિશીધસૂત્રના જોગ કરાવ્યા. સં. ૧૯૯૭ના સિપોર ગામના ચાતુર્માસ વખતે દાદાગુરુ શ્રી દાનવિજયજી મ.ની નિશ્રામાં સૂયગડાંગસૂત્ર, ઠાણાંગસૂત્ર, તથા સમવાયાંગસૂત્રના જોગ કર્યા. પૂજ્યશ્રીને સં. ૧૯૯૯ના કા.વ. ૨ કપડવંજ મુકામે ગણિપદ આપવામાં આવ્યું. અને વૈ.સ. ૧૧ના દિવસે અમદાવાદ ડહેલાના ઉપાશ્રય પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારબાદ પૂ.પંન્યાસજીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રભાવના કરતા કરતા સુરત, સુરતથી મારવાડ અને મારવાડથી સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વિહાર કરતા રહ્યા. સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, પાલિતાણા આદિ સ્થળોએ વિહાર કર્યો. અનેક સ્થળોએ ઉપધાન તપાદિઆરાધના અને ઉદ્યાપનના મહોત્સવો ઉજવાયા. અનેક ભવ્યાત્માઓએ પ્રવજ્યા અંગીકાર કરી. અનેક ભાવિકો સાથે ગિરનાર, પાલિતાણા, તારંગા આદિ તાર્થરાજોના છરી પાલિત સંઘો કાઢવામાં આવ્યા. ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરોના વિસ્તારમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ ધર્મ પ્રભાવનાના અનેક કાર્યો કર્યા. સં. ૨૦૨૮માં અમદાવાદ શ્રી વીરવિજયજી મ.ના ઉપાશ્રયે પધાર્યા ત્યારે શ્રીસંઘની વારંવારની વિનંતીને માન આપી, દ્વિતીય વૈ. સુ. ૬ને દિવસે પૂ.પં. શ્રી કીર્તિમુનિ મ.ના વરદ્ હસ્તે આચાર્યપદથી અલંકૃત બની આચાર્ય ભાનચંદ્રસૂરિશ્વરજી મ.સા. તરીકે જાહેર થયા. માં આજના વિવરમાં જ સજીએ કરતા આ ધારા, તારમાં વિક

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134