Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 112
________________ (૨૪) આહારક લબ્ધિ: શરીરના અનેક પ્રકારોમાં એક પ્રકાર આહારક શરીરનો છે. આ લબ્ધિના પ્રભાવથી સાધક ( આહારક શરીર વિકર્વી એક હાથ પ્રમાણ સ્ફટિક જેવું શરીર બનાવી સૂક્ષ્મ શંકાના નિવારણ માટે પરમાત્મા પાસે મોકલે અને આ સંશયનું સમાધાન કરી, દર્શન કરી, પછી એ દેહનું વિસર્જન કરી શકે. (૨૫) શીતલેશ્યા લબ્ધિ તેજોલેશ્યાથી વિરુદ્ધ આ લબ્ધિ છે. જેના પ્રભાવે બળતા જીવોને મેઘવર્ષાથી જેમ શાંતિ થાય છે છે તેમ આ લબ્ધિની લહેરથી શીતળતા પ્રસરે છે. (૨૬)વૈક્રિયલબ્ધિઃ આ લબ્ધિના પ્રભાવથી સાધક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શક્તિવાળું નાનું – મોટું - હલકું - ભારે એવું વૈક્રિય શરીર નિર્માણ કરી શકે. (૨૭) અક્ષીણ મહાનસ લબ્ધિ અનેક લોકોને વસ્તુ આપવા છતાં પણ અખૂટ રહે તે અક્ષીણ મહાનસ લબ્ધિના બે પ્રકાર છે. (૧) અક્ષીણ મહાન સલબ્ધિઃ આ લબ્ધિના પ્રબળ પ્રભાવથી પાત્રમાં અત્યંત અલ્પ અન્ન આહાર) હોય તો પણ તે અહાર અનેક મનુષ્યોને જીવોને વપરાવવા છતાં પણ ખૂટે નહિ. આ લબ્ધિના અચિંત્ય પ્રભાવથી જ અષ્ટાપદ તીર્થની યાત્રા કરી ગૌતમસ્વામી એક પાત્રમાં અલ્પ ક્ષીર વહોરી લાવી તીર્થની તળેટીએ રહેલા ૧૫૦૩ તાપસીને ક્ષીરના ભોજનથી પારણું કરાવેલ.(૨) અક્ષીણ અર્જ CD મહાલબ્ધિના પરમ પ્રભાવે મર્યાદિત ભૂમિમાં અસંખ્ય દેવ - દેવી મનુષ્યો – વગેરે પરિવાર સહ બાધારહિત સુખી રહે છે. પીડા - 8 સંકડાશ જેવું લેશમાત્ર લાગે નહિ (૨૮) પુલાક લબ્ધિઃ આ લબ્ધિ દ્વારા સાધક એવી શક્તિ પ્રાપ્ત કરે જે દ્વારા સંઘના ભલા માટે શત્રુસેના પરાજિત કરી શકે એટલું જ નહિ શક્તિશાળી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણકરી નાશ કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે.

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134