Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 128
________________ (૨), * ગૌતમ પડઘો તપ * . राकासु पंचदशसु स्वशक्तेरनुसारतः । तप: कार्य गौतमस्य पूजाकरणपूर्वकम् ॥१॥ શ્રી ગૌતમસ્વામીના પાત્રોને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે, તેથી તેનું નામ ગૌતમ પતધ્રહ છે (પડઘો) કહેવાય છે. આ તપમાં દરેક પૂર્ણિમાએ યથાશક્તિ ઉપવાસ એકાસણું વગેરે તપ કરવો તથા શ્રી (9) ગૌતમસ્વામીની મૂર્તિની પૂજા કરવી. એ રીતે પંદર પૂર્ણિમા સુધી તપ કરવો. ઉદ્યાપને શ્રી ગૌતમસ્વામીની Caછે તથા શ્રી મહાવીર સ્વામીની મોટી સ્નાત્રવિધીએ પૂજા કરવી. રૂપાનું પાત્ર કરાવી વીર સ્વામીની મૂર્તિ પાસે જીરૂ મૂકવું તથા કાષ્ટમય પાનું ખીર અને ઝોળી સહિત ગુરૂને વહોરાવવું. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપ છે * કરવાથી વિવિધ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ' બીજી રીતે કાર્તિક શુદિ એકમને દિવસે ઉપવાસાદિક તપ કરીને ગૌતમ સ્વામીની પૂજા વગેરે ઉપર (ા પ્રમાણે સર્વ કરવું. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક એકમને દિવસે કરવું ઉદ્યાપન વગેરે ઉપર પ્રમાણે કરવું. “શ્રી ગૌતમસ્વામિને નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે સત્તાવીશ કરવા.

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134