Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 133
________________ 0000000000000 શ્રી ગૌતમસ્વામીનું ગીત - ૧ સમરૂ ગૌતમ ગણધર નામ, જેથી સીઝે સર્વે કામ લબ્ધિનિધિ અમને લબ્ધિઓ આપજો રે ... ૧ સાંભળી વી૨ જિનેશ્વર વાણી, જે છે ગુણમણ મણિની ખાણી શિષ્ય થયા તે શિક્ષા અમને આપજો રે... ૨ નામે ઇન્દ્રભૂતિ ગણરાય, જેને વંદે સુરનર રાય મંગલમૂર્તિ મંગળ સઘળા સ્થાપજો રે...૩ જેના વચને ત્યાગ કરીને, ભવ્ય જીવ પર કેવળ લહીને સિદ્ધિ વર્યા તે, સિધ્ધી અમને આપજો રે...૪ ક્ષણમાં અષ્ટાપદગીરી ચઢિયા, સાધુ શિરોમણી એ તીરથને વંદીને સૌ રાચજો રે...૫ ગુણના દરિયા શ્રી ગૌતમસ્વામીનું ગીત - ૨ (રાગ - સિધ્ધાચલના વાસી જિનને ક્રોડો પ્રણામ) પહેલા છો અણગાર, ગૌતમ લાગું તારે પાય શાસનના શણગાર, ગૌતમ લાગું તારે પાય.૧ નવનિધિ રિધ્ધિ સિધ્ધિ પામે, સ્વામીશ્રી ગૌતમને નામે આનંદ અંગ ન માય, ગૌતમ લાગું તારે પાય. ૨ કલ્પવૃક્ષ સમ મહિમા તારો, જીવનનો તું છે સથવારો ગુણ તારા ગવાય, ગૌતમ લાગું તારે પાય...૩ નામ જપતા જય જયકારી, તારી લબ્ધિની બલિહારી ભકતો તારા હરખાય - ગૌતમ લાગું તારે પાય...૩

Loading...

Page Navigation
1 ... 131 132 133 134