Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 26
________________ નમાં એવી કમાવાતું. એ પ્રભ. એમની આંતરિક સરલતાની એક ઝલક નિહાળીએ પ્રભુ મહાવીરદેવના પરમભક્ત ગૃહસ્થ શિષ્ય આનંદ શ્રાવકે વાણિજ્યગ્રામમાં આજીવન અનશન સ્વીકાર્યું હતું. અનેક નાગરિકો એના દર્શને જતા હતા. ગુરુ ગૌતમસ્વામી પણ એને “ધર્મલાભ આપવા પધાર્યા. મહાશ્રાવકે ગુરુ ગૌતમસ્વામીને વંદન કર્યા અને પોતાને ઉત્પન્ન થયેલ “અવધિજ્ઞાન’ની વિગત જણાવતા કહ્યું કે હું ઊર્ધ્વલોકમાં સૌધર્મકલ્પ સુધી, અધોલોકમાં લોલુકપ્રભા નામના પ્રતર સુધી, તિલોકમાં સમુદ્રમાં ત્રણ દિશાએ ૫૦૦ચોજન સુધી અને ઉત્તરમાં લઘુહિમવંત પર્વત સુધીના તમામ રૂપી પદાર્થો નિહાળી શકું છું. ગૌતમપ્રભુને એ કથનમાં અતિશયોક્તિ લાગી. એથી એમને આનંદ શ્રાવકને “મિચ્છામિ દુક્કડ' દેવાનું સૂચન કર્યું. કિંતુ આનંદ શ્રાવકે પોતાના કથનમાં દૃઢતા દાખવી. આથી સત્ય જાણવા કાજે ગૌતમસ્વામીએ પરમાત્મા મહાવીરદેવને એ અંગે પ્રશ્ન કર્યો. પ્રભુએ સ્પષ્ટતા કરી કે આનંદનું કથન સત્ય છે. એને નહિ, તમારે “મિચ્છામિ દુક્કડ' દેવું જોઈએ. હાર્દિક સરલતાના સ્વામી ગુરુગૌતમ તત્પણ આનંદ શ્રાવક પાસે પધાર્યા અને એમણે નિદભભાવે આનંદ શ્રાવકને “મિચ્છામિ દુક્કડ' દીધું. જેઓની ગણના “તીર્થ' રૂપે થઈ છે તે ચાર જ્ઞાનના ધારક ગુરુ ગૌતમસ્વામી એક શ્રાવકને “મિચ્છામિ દુક્કડ' કહે ત્યારે એમાં એમની “ટોચ” કક્ષાની સરળતા જ પ્રતિબિંબિત થાય છે.... આવી સરસ સરલતાએ એમનામાં વીપ્રભુ પ્રત્યે સમર્પણભર્યો વિનય વિકસાવ્યો હતો અને વિનયના કારણે એમનામાં શક્તિનો સ્ત્રોત એવો પ્રગટ્યો હતો કે આજે પણ આપણે સહુ ગાઈએ છીએ કે - “જ્ઞાન-બલ-તેજ ને સકલ સુખ-સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમાં. સર નર જેહને શીશ નામે.." [ગૌતમ સ્વામી છંદ]. સરલતાના સાગર, વિનયના ભંડાર અને લબ્ધિના ભંડાર ગણધર ભગવંત ગુરુ ગતિમસ્વામીના વિરલ વ્યક્તિત્વ અને અનુપમ અસ્તિત્વને કોટિ કોટિ નમન..... (શ્રુતઘોષણા' માસિકમાંથી સાભાર સ્વીકૃત)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134