Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 108
________________ (૧) આમ ઔષધિ લબ્ધિ - આકર્ષ એટલે ‘સ્પર્શ' આ લબ્ધિ જે સાધકે સિદ્ધ કરી હોય તેના હાથ આદિ કોઈ પણ અવયવના (8) ” સ્પર્શથી રોગનું - વ્યાધિનું નિવારણ થાય. COD (૨) વિપુડૌષધિ લબ્ધિ :- આ લબ્ધિ જે યોગી પાસે હોય તે યોગીના મળ-મુત્ર ઔષધિ તરીકે કામ લાગે અને રોગ નિવારણ થાય. * (૩) ખેલૌષધિ લબ્ધિ :- આ લબ્ધિ જે સાધકે કરેલ સિધ્ધ કરેલ હોય તેના ગ્લેખથી સર્વ રોગોનું નિવારણ થાય. (૪) જલ્લૌષધિ લબ્ધિ:- ‘જલ્લ એટલે મેલ’. આ લબ્ધિ જો સાધકે સિદ્ધ કરેલ હોય તો આ લબ્ધિના પ્રભાવથી સાધકના મેલ વડે રોગોનું નિવારણ થાય. . (૫) સવૌષધિ લબ્ધિ:- આ લબ્ધિ જો સાધકે સિદ્ધ કરેલ હોય તો આ લબ્ધિના પ્રભાવથી સાધકના મળ-મૂત્ર શ્લેખ, મેલ, નખ, વાળ વ્યાધિનો નાશ કરવા સમર્થ હોય છે. . () સંભિન્નશ્રોત લબ્ધિ:- આ લબ્ધિ જો સાધકે પ્રાપ્ત કરેલ હોય તો આ લબ્ધિના પ્રભાવથી સાધક માત્ર એકજ ઇન્દ્રિય દ્વારા && પાંચ ઇન્દ્રિયોનાં કાર્ય કરવા સમર્થ હોય છે તથા જુદી જુદી ઇન્દ્રિયો એકબીજાનું કાર્ય કરવા શક્તિમાન હોય છે. (૭) અવધિજ્ઞાન લબ્ધિ:- આ લબ્ધિ જો સાધક પ્રાપ્ત કરે તો તેના પ્રભાવે રૂપી પદાર્થોને ઇન્દ્રિયો અને મનની સહાય વગર * આત્મસાક્ષાત્ જાણે - જુવે. રૂ (૮) મનઃ પર્યવજ્ઞાન લબ્ધિ :- આ લબ્ધિ જો સાધકે સિદ્ધ કરેલ તો આ લબ્ધિના પ્રભાવથી સાધક અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી એક પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને મનની સહાય વગર જાણે. (૯) વિપુલમતિ લબ્ધિ:- આ લબ્ધિ જે સાધકે સિદ્ધ કરેલ હોય તે લબ્ધિના પ્રભાવે અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય એ જીવોના મનોગત ભાવોને વિશેષ પ્રકારે જાણવાની શક્તિ ધરાવે છે.

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134