Book Title: Ek Tatastha Samiksha Part 2 Author(s): Kiran B Shah Publisher: Kiran B Shah Mumbai View full book textPage 2
________________ અન્યાયની સામે ન્યાયની લડત રહેવાનીજ છે. રામચંદ્રજીએ રાવણની સાથે યુદ્ધ કર્યું નથી, કરવું પડ્યું છે. શ્વેતાંબરો દિગંબરો સામે કોર્ટે ગયા ત્યારે વાત વાતમાં કોર્ટ કેસ શા માટે કરવા ? તેમ કોઈ કહેતું નથી. ઉપરથી તેના માટે ફંડફાળા થાય છે. બધા જ સમજે છે કે અન્યાય સામે, સિદ્ધાંતરક્ષા સામે, તમામ સમજદારીના પ્રયત્નો કર્યા બાદ જે કોઈ જ ન્યાય ન મળે તો કોર્ટે જવું જ પડે છે. તેજ રીતે તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને જ્યારે બહુમતિના જોરે કચડવાના નિમ્નકક્ષાના પ્રયત્નો થતા હોય ત્યારે સિદ્ધાંત રક્ષા ખાતર, સમજાવવાના તમામ પ્રયત્નો કરવા છતાં જકકી વલણ અપનાવવામાં આવે ત્યારે જ કોર્ટમાં ન્યાય માટે ધા નાખવી પડે છે. જાણવા મળ્યા મુજબ માટુંગા કેસમાં બહુમતિના જોરે અને અયોગ્ય માર્ગદર્શન દ્વારા તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને નુકશાન પહોંચાડવાના નિમ્નકક્ષાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે સમજાવવાના તમામ પ્રયાસો કર્યા છતાં જકી વલણ અપનાવવામાં આવ્યું. ન છૂટકે ન્યાયનો માર્ગ લેવો પડ્યો અને તેમાં એક તિથિ પક્ષે આઠ આઠ વાર કોર્ટમાં હાર ખમવી પડી છે. આમાં જે શ્રમણ ભગવંતોએ અયોગ્ય માર્ગદર્શન આપ્યું તેના કારણે એક તિથિ પક્ષની પ્રતિષ્ઠાને ગંભીર ટકો પડ્યો છે. પોતાની ગંભિર ભુલોને ઢાંકવા હવે, ‘વારે વારે કોર્ટ કેસ શા કરવા ?’ની કાગારોળ મચાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 72