Book Title: Dravya Gun Paryaya no Ras Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 7
________________ ન્યાયના એવા ગ્રંથ બનાવી બતાવ્યા છે જેથી ત્યાંના ભટ્ટાચાર્યને ખુશ થઈને ન્યાયવિશારદનું બિરૂદ આપવું પડેલ છે. એટલે આવા પુરુષને કુપમં. ડુક કહી શકાય નહીં. તેમના ગ્રંથની દલિલ ઘણુજ વ્યાપક હેાય છે, દાર્શનિકના ખંડન મંડન તો પ્રાસંગિક હેાય છે, પરંતુ સર્વકાળે નવાણું ની ભવ્યતા, સુંદરતા, વિચારશીલતા, ગહનતા, કાયમ દરેક જમાનામાં જણાયા કરે, તેવી છાપ ઉત્પન્ન કરવાનું ખાસ મુખ્ય હેય છે. આજના યુગમાં પણ જે તેઓશ્રી હેત તો હાલના વૈજ્ઞાનિકોની પણ જે ખબર હોલ તે જેવા જેવી છે. પ્રત્યક્ષ પ્રયોગથી સાબિતીઓની હાલના વૈજ્ઞાનિકની પિકળતાની ધૂળ સારી રીતે ઉડાડી હેત. જગતની અંદર ઘણું તો એવા છે, કે જે કોઈપણ રીતે પ્રયાગ ગમ્ય થઈ શકે તેમ હતાજ નથી. દાખલા તરીકે સ્વાભાવિક સ્વસ્થ માણસનું હાર્ટ (હૃદય) કેમ ચાલે છે? તેના લેહીની ગતિ કેવી હોય છે ? તે બરાબર જોઈ શકાય જ નહી. મરેલાનું હદય પ્રત્યક્ષ જેવાય છે, પણ તે, તે વખતે તે સ્વસ્થ નથી. કદાચ એકસરેવિગેરે જેવા સાધનોથી કંઈક ખ્યાલ આવે, પણ સંપૂર્ણ ખ્યાલ ન આવે. દરેકે દરેક મનુષ્યમાં ફેરફાર હોય છે. દરેક મનુષ્ય અને દરેક પ્રાણીમાં જે છેડે ઘણે ફરક હોય છે કે તેની નોંધ કયાં? એવા અનેક પદાર્થો છે કે-જે પ્રગગમ્ય કરી શકાય તેમ છે જ નહીં. મોટો ભાગ અનુમાન ઉપરજ આધાર રાખવો પડે છે. ત્યારે પોતાના અનુમાને ખરા, અને બીજાના અનુમાન ખોટાં. આતે એક સ્વાર્થ માણસનું જ વલણ ગણાય. અમુક કોઈ મનુષ્યમાં વારસાથી કેટલા તત્વ ઉતરી આવેલા છે? તેનું પાકું લિસ્ટ લાવવું મુશ્કેલ છે. પરંતુ આજે એવી વ્યક્તિ આપણા શાસનમાં નથી એટલે આપણે કેટલુંક ચલાવી લેવું પડે છે. જેમાં તેમના કાળની સર્વ વિચારશ્રેણીઓને સામે રાખીને જેને તત્ત્વજ્ઞાનની સર્વોપરિતાની વિચારણા કરવામાં આવી છે, તે જ પ્રમાણે હાલના સમયમાં પણ એ વસ્તુસ્થિતિ સ્થિર કરવાની ખાસ જરૂર છે. હાલનું વિજ્ઞાન પણ કુદરતમાં નથી, તેની શોધ કરી શકતું નથી. અને કુદરતમાં છે તેની જ શોધ કરે છે, તેમાં નવીનતા શી? તેનો અર્થ એટલો જ કે આપણે જાણ બહાર હોય, તેને આપણું જાણવામાં લાવે છે, એજ અર્થ છે. તેજ રીતે જૈન દર્શનમાં પણ કુદરતની સાંગે પાંગ વિવિધતા વર્ણવી છે, બીજું કાંઈ નથી. એ વિવિધતાની વિગત તથા વિસ્તૃત સ્વરૂપ સિદ્ધ જ્ઞાની હે તે આપણી જાણમાં એવી રીતે લાવી આપે કે હાલના વિજ્ઞાનની તુચ્છતા વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 303