________________
પ્રથમવૃત્તિ અપ્રાપ્યપ્રાય: હોવાથી પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજની શુભ પ્રેરણાથી આ ગ્રંથની નવીનસંસ્કરણ તૈયાર કરેલ છે તથા વર્ધમાનતપોનિધિ, સ્વાધ્યાય પ્રેમી પૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજયમહારાજે પ્રસ્તુત ગ્રંથપ્રકાશનના કાર્યમાં આર્થિક સહયોગ આપવા માટે રાજપુર-ડીસા શ્રીસંઘને પ્રેરણા કરેલ અને તેઓશ્રીની શુભપ્રેરણાને ઝીલીને રાજપુર-ડીસા શ્રી સંઘ આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનના સોનેરી અવસરે બંને પૂજયોનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું તથા મારી હૃતોપાસનામાં સહાયક બનનાર, સૌ કોઈનું કૃતજ્ઞતભાવે સ્મરણ કરું છું.
નાદુરસ્ત રહેલી તબીયતમાં પણ સ્વ-સ્વાધ્યાયના અંગરૂપ શ્રતોપાસનારૂપે આ ગ્રંથના નવીનસંસ્કરણના સંપાદન કાર્યમાં શક્ય શુદ્ધિકરણ કરવા માટે પૂરતી કાળજી લીધી છે. આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગાદિથી જે ક્ષતિઓ રહી હોય તે વિદ્રવજનો સુધારીને વાંચે એવી ખાસ ભાલમણ કરું છું. પરિશિષ્ટો જે તૈયાર કર્યા છે તે કમ્યુટર પદ્ધતિથી કર્યા છે, તેથી તેમાં ક્રમ અંગે આદું-પાછું જણાય તો તે મુજબ સુધારીને વાંચવા ખાસ સૂચન કરું છું.
ગ્રંથસંપાદન - સંશોધનકાર્યમાં અનાભોગથી કે દષ્ટિદોષથી જે કોઈ સ્કૂલના રહેવા પામી હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગુ છું.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વના મહાપુરુષો રચિત આવા ઉત્તમ ઉપદેશાત્મક ગ્રંથના વાચન, મનન, નિદિધ્યાસન દ્વારા આત્માનું મૂળ સ્વરૂપ અસંગભાવની પ્રાપ્તિ. અપુર્વકરણ, તાત્ત્વિક સંન્યાસયોગ, પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિ આરોહણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ, યોગનિરોધ, શૈલેશી અવસ્થા દ્વારા અયોગી બની હું અને સૌ કોઈ લધુકર્મી ભવ્યાત્માઓ સિદ્ધાવસ્થાને પામી સાદિ અનંતકાળ સુધી નિજી શુદ્ધસત્તામાં વિહરનારા બનીએ એ જ શુભકામના....!
शिवमस्तु सर्वजगतः
- સા. ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ફાગણ સુદ-૧૫, વિ.સં. ૨૦૬૬, રવિવાર, તા. ૨૮-૨-૨૦૧૦.
mala-t.pm5 2nd proof