________________
४९ ૧૯૪૯માં સિંઘી જૈન શાસ્ત્રવિદ્યાપીઠ–ભારતીય વિદ્યાભવન-મુંબઈથી પ્રકાશિત થયેલ છે. એ પ્રથમાવત્તિના આધારે આ “ધમ્મોવએસમાલા” વિવરણ ગ્રંથની નવી આવૃત્તિ તૈયાર કરવામાં આવેલ છે. તેથી આ ગ્રંથ પ્રકાશનનો સર્વ શ્રેયઃ તેમના ફાળે જાય છે. નવીનસંસ્કરણ અંગે :
પ્રસ્તુત “ધમ્મોવએસમાલા' ગ્રંથની પ્રથમવૃત્તિ અપ્રાપ્યપ્રાયઃ બનતાં પૂર્વના મહાપુરુષો રચિત આ ગ્રંથનો વારસો આગળ જળવાઈ રહે, એ ભાવનાથી આ નવીનસંસ્કરણ તૈયાર કરવામાં આવેલ છે. આ નવીનસંસ્કરણમાં શુદ્ધિપત્રકમાંથી શુદ્ધિકરણ કરેલ છે. ઉદ્ધરણના સ્થાનો ઉપલબ્ધ સામગ્રીના આધારે જે જે સ્થાનો મળ્યા છે તે તે નોધેલ છે, આ સિવાય પ્રસ્તુત ગ્રંથમાં જે જે તાત્ત્વિક શ્લોકો છે તે બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે તેમજ શકે કરેલ નેમિનાથ પરમાત્માની સંવેગસાર સ્તવના (પૃ. ૨૭), રાજિમતીની ભાવના (પૃ. ૨૯), ભરત ચક્રવર્તીની ભાવના (પૃ. ૪૦-૪૧), ધર્મ, અધર્મનું ફળ (પૃ. ૫૩) મનુષ્યભવ આદિની દુર્લભતા (પૃ. ૮૯), વર્ધમાનસ્વામીની કૃતપુણ્ય આદિને ધર્મકથા (પૃ. ૧૨૯-૧૩૩), દેવ દ્વારા નંદિષણ મુનિની સ્તુતિ (પૃ. ૧૫૬), કેશીસ્વામી અને ગૌતમગણધરનું વર્ણન (પૃ. ૧૯૧), કેશીસ્વામી અને ગૌતમગણધરની ઉત્તરાધ્યયન સૂત્ર આધારિત તત્ત્વચર્ચા (પૃ. ૧૯૨), ઑકારમંત્રાક્ષર દ્વારા પરમેશ્વરનું ધ્યાન (પૃ. ૨૪૧), “જયસકુસુમમાલા' દ્વારા સિદ્ધાયતનમાં ચોવીસ તીર્થકરોની સ્તવના (પૃ. ર૬૦-૨૬૨), વગેરે વિષયો બોલ્ડ ફોન્ટમાં લીધેલ છે. પરિશિષ્ટો ૧થી ૧૨ નવા તૈયાર કરેલ છે. પ્રસ્તાવના અને વિષયાનુક્રમમાં પૃષ્ઠનંબર નવીનસંસ્કરણ પ્રમાણે આપેલ છે.
પ્રસ્તુત “ધર્મોપદેશમાલાવિવરણ' ગ્રંથની પ્રથમવૃત્તિમાંથી જિનવિજયમુનિનું પ્રાસ્તાવિક વક્તવ્ય તથા પંડિત શ્રી લાલચન્દ્ર ભગવાનભાઈ ગાંધીની પ્રસ્તાવના આ નવીનસંસ્કરણમાં આપેલ છે અને તે પ્રસ્તાવનામાં ગ્રંથની વિશિષ્ટતા, ગ્રંથકાર, વિવરણકાર પરમપૂજયજયસિંહાચાર્યનો પરિચય, ધર્મોપદેશમાલાના અન્ય વિવરણો, આધારભૂત ઉપર્યુક્ત પુસ્તિકાઓનો પરિચય વગેરે વિસ્તૃત લખાણ આપેલ હોવાથી તે અંગે વિશેષ લખવાનો પ્રયત્ન કરેલ નથી. ઉપકારસ્મરણ :
પ્રસ્તુત “ધર્મોપદેશમાલા' પ્રકરણગ્રંથ ઉપદેશાત્મક પ્રાચીન ગ્રંથ હોવાથી આ ગ્રંથની
૬. શાસ્ત્રસંદેશમાલાથી પ્રકાશિત થયેલ અકારાદિક્રમના પુસ્તકોમાંથી પણ કેટલાક ઉદ્ધરણ સ્થાનો
નોંધેલ છે. ૭. પ્રથમવૃત્તિમાં પરિશિષ્ટો બે તૈયાર કરેલા છે, આ નવીસંસ્કરણમાં અમે બાર પરિશિષ્ટો નવા તૈયાર
કરેલા છે.
mala-t.pm5 2nd proof