Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ મથે છે અને આમ ઈતિહાસના પાને ક્રાંતિઓ વડે સત્તાઓ બદલાયાના દાખલાઓ આપણને જોવા મળે છે. પ્રથમ જણાવેલ ઐતિહાસિક વિચારસરણીનાં માનવબળે કેવળ જૂની વસ્તુઓનું મૂલ્યાંકન કરતાં હોય છે, ત્યારે ક્રાંતિકારી માનવબળો નવું જ કરવા મથતાં હોય છે અને આ બન્ને પક્ષને સાથે લઈને ચાલનાર એક ત્રીજો માનવ–પક્ષ છે; જે જૂની વસ્તુઓમાં, યોગ્યતાનું મૂલ્યાંકન કરી, નવી ઘરેડ પાડી બન્ને બળોને મેળવીને ચાલે છે એને આપણે દીર્ઘદર્શા-નિર્માતા કહીએ તો ચાલશે. આ દીર્ધદર્શ માનવપક્ષ એક એવું જબ્બર કામ કરે છે કે તે માનવની જૂની અને નવી વિચાર– પરંપરા, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિને સાંધતા રહે છે; અને માનવસમાજમાં વિશાળ વિશ્વ માટે કંઈક કરી છૂટવાની ધગશને તાજી રાખે છે. - આવા એક સંત છે–સંતબાલજી. સક્રિય સાધુસમાજ બને એ અંગે તેમણે મુંબઈ–માટુંગા મધ્યે સંત-શિબિરનું આયોજન કર્યું. આ અગાઉ તેમણે પિતાનું જીવન પ્રયોગાત્મક સાધુજીવનના માર્ગે વિસરાવી દીધું છે અને તેમના નૈતિક પ્રયોગોને ગુજરાતમાં સફળતા મળી છે. તેમનું સાધુ જીવન અને સંત જીવન પણ ત્રણ દાયકાથી વધારે ઘડાયેલું છે. સર્વ ધર્મ સમન્વય અને વિશ્વ વાત્સલ્ય એ બને તેમની દરેક પ્રવૃત્તિમાં જોવા મળે છે. માટુંગા સંત-શિબિરમાં ભલે ત્રીસને બદલે પંદર સાધુઓ, સાધકો અને સાધિકાઓએ ભાગ લીધે હોય, પણ તેમાં જે પ્રવચને થયાં–ચર્ચા વિચારણું થઈ તેનું મૂલ્ય અનેક ગણું વધારે છે; અને હવે પછી થવાનું છે તે પણ ભવિષ્ય બતાવશે. સંત શિબિર માટુંગામાં ભરાઈ. પૂ. મુનિશ્રી સંતબાલજીનાં જીવન અને કાર્યો પ્રત્યે, મારા પરમ સ્નેહી મિત્ર શ્રી મણિલાલ લક્ષ્મીચંદ વેરાને 'પહેલેથી જ સદ્ભાવ હતો. એટલે તેમની પ્રેરણા તળે શિબિરમાં વિશ્વાનલક્ષી ‘ થતાં સુંદર પ્રવચનો લાભ સૌ સાધુસાધ્વીઓ અને વિશાળ પ્રજાને મળે તે સારું. એમ તેમના મનમાં થતાં તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 424