Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj Author(s): Nemichandra Muni, Dulerai Matalia Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 3
________________ પ્રાચીન પરંપરાનું નવું મૂલ્યાંકન [ સંપાદકીય ] બદલાતા સમય અને પલટાતાં મૂલ્યો; આ બે વસ્તુઓ વચ્ચે પણ જે વસ્તુ, વિચાર અને વ્યક્તિ ટકી રહે છે તે સર્વને સદાકાળ માન્ય રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે ચાલુકાળની પરિસ્થિતિઓ કેટલીક એવી બેટી વસ્તુઓનાં મૂલ્યાંકને વધારીને રજૂ કરે છે કે . વિચારકો માટે એ તબક્કો આકરી કસોટી, ઊંડું મને મંથન અને નવી રજૂઆત કરવા માટે આવશ્યક બને છે. એટલું જ નહીં તેમને રજૂઆતની આખી શૈલીને બદલી નાખવી પડે છે અને તેને નવાં મૂલ્યાંકન સાથે સમાજ આગળ ધરવી પડે છે. એમ ન થાય તે જૂનાં સત્ય સદંતર નાશ પામવા જેવી સ્થિતિમાં રહી જવા પામે છે. ક્યાંક જૂનાં ખેદકામ થાય છે. તેમાંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવે છે. ક્યારેક કલ્પનામાં ન આવે એવા નમૂનાઓ મળી આવે છે. આની કીંમત પહેલી નજરે કંઈપણ નથી. સામાન્ય માણસ માટે રસ્તેથી ઉપાડેલો એક પથ્થરનો ટૂકડે અને પેલા ખેદકામમાંથી મળી આવેલ ટુકડાની વચ્ચે કંઈપણ અતર જણાતું નથી. પણ, એને જ જ્યારે કોઇ ભૂસ્તરશાસ્ત્રી એતિહાસિક મહત્વ આપીને સંસ્કૃતિ કે સભ્યતાના કોઈ તાંતણું સાથે સાંધે છે અને કોઈ માર્ગદર્શક; દર્શકોને એ રીતે સમજાવે છે ત્યારે એનું નવું મૂલ્ય” લોકોને સમજાય છે અને એની ભવ્યતાને ન ઓપ મળે છે. એ ઉપરાંત એવા પણ મનુષ્ય હોય છે. માનવબળ હોય છે. જે સમાજનું નવેસરથી ઘડતર કરવા માટે જૂની પરંપરાને તેડી નવી પરંપરા ઊભી કરતા હોય છે. આવા ક્રાંતિદર્શ માનવબળો-નવી દુનિયા રચવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 424