Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 12
________________ ૦૧ તે યુગના શ્રમણો પિતાના માટે અને અભ્યાસાથીઓ માટે આગમ આદિની પ્રતિએ જાતે લખતા, પરંતુ જરૂરત ઊભી થતાં લહિયાઓ પાસે પણ લખાવવામાં આવતું. કેઈ ગ્રંથની પ્રતિલિપિ કરવાનું જ લહિયાનું કામ હતું. જે પ્રતિ તેને પ્રતિલિપિ કરવા માટે આપવામાં આવતો તેને અનુસરીને નકલ કરવાનું જ તેનું કામ રહેતું; “નકલને અક્કલ નહીં'—આ કહેવત આ યુગની જ દેન જણાય છે. જે લહિયાના અક્ષર સુંદર અને સુવાચ્ય હોય તેને જ લેખન-વ્યવસાય સમૃદ્ધ રહેતો, કારણ કે તે યુગમાં અક્ષર સૌંદર્યની પ્રધાનતા હતી, શુદ્ધ લેખન ગૌણ બની ગયું હતું. કે ઈ એક આગમના લેખનમાં એક લહિયાના હાથે જેટલી અશુદ્ધિઓ થતી તે બધીની પુનરાવૃત્તિ તે તે આગમની પ્રતિલિપિ કરનારના હાથે થતી જ, તદુપરાંત પ્રતિલિપિકારના હાથે થતી કેટલીક નવી અશુદ્ધિઓ પણ તેમાં ઉમેરાતી. આ રીતે અશુદ્ધિઓને પારાવાર થતાં સંશોધન અસાધ્ય બની જતું. જે કઈ સંશોધનને પ્રયત્ન કરે તે પણ અનેક લહિયાઓના હાથે લખાયેલી અનેક પ્રતોનું સંશોધન સર્વથા અસંભવિત હતું, આથી એકાદ બે પ્રતોનું જ સંશોધન થઈ શકતું. અધિક પ્રતિઓ અશ જ મળતી, આથી સ્વાધ્યાય અને પઠન પાઠનમાં તેમને જ અધિક ઉપયોગ થતો. પ્રાચીન જ્ઞાનભંડારોમાં પણ અસંશોધિત પ્રતિએ અધિક અને સંશોધિત પ્રતિઓ અ૯૫ મળી આવે છે. મુદ્રણકળા અને અશુદ્ધિઓ વિકસિત મુદ્રણકળાના આ યુગમાં પણ સર્વથા શુદ્ધ મુદ્રણ બફરીડિંગ કરનારની કર્તવ્યનિષ્ઠા પર આધારિત છે. લહિયાયુગ અને મુદ્રણયુગમાં અંતર માત્ર એટલું જ છે કે લહિયા યુગમાં અનેક હાથ વડે અનેક અશુદ્ધિઓ થતી હતી, મુદ્રણયુગમાં એક હાથે અનેક અશુદ્ધિઓ થાય છે. લહિયાયુગમાં હજાર પ્રતિ હજાર પ્રકારની થતી, મુદ્રણયુગમાં હાજર પ્રતો એકસરખી થાય છે. સંશોધનકાર્ય પહેલાંની જેટલું જ દુષ્કર છે. લહિયાયુગમાં પ્રત્યેક પ્રતિનું શુદ્ધિપત્રક ભિન્ન ભિન્ન રહેતું, મુદ્રણ યુગમાં હજાર પ્રતાનું શુદ્ધિપત્રક એક જ હોય છે. પરંતુ શુદ્ધિપત્રકનો ઉપયોગ કરી પ્રતિને શુદ્ધ કરી સ્વાધ્યાય કરનાર વિરલા જ હોય છે. અશુદ્ધિઓને અભિશાપ મેઘકુમાર મુનિને સંયમમાં સ્થિર કરવા માટે તેના પૂર્વભવનું વર્ણન કરતાં ભગવાન મહાવીરે કહ્યું “હે મેઘ તું તે હતાશ કરનારી વાવત અસહ્ય વેદના સાત દિવસરાત સુધી ભોગવીને, એકસો વીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે, અત્યધિક આર્તધ્યાનને વશ થયે તથા દુઃખથી પીડિત થયો અને મરણ સમયે મૃત્યુ પામી આ જ જંબૂદીપના ભારત વર્ષના દક્ષિણાઈ માં ગંગા નામક મહાનદીના દક્ષિણ કિનારે, વિધ્યગિરિની તળેટીમાં એક મદમસ્ત શ્રેષ્ઠ ગંધહસ્તી વડે શ્રેષ્ઠ હસ્તિનીની કુક્ષિમાં હાથીના બચ્ચાના રૂપે ગર્ભમાં આવ્યું. “તg i' સા ાયમિયા નથઇë માતાળ, વસંતભાસંગ્નિ તુમ' વગાથા ” -જ્ઞાતાધર્મ કથા, અ૦ ૧, મેઘકુમાર વર્ણન – ત્યાર પછી તે હાથણીએ નવ મહિના પૂરા થયા એટલે વસંત માસમાં તને જન્મ આપ્યો.' અહીં મૂળ પાઠમાં કહેવામાં આવ્યું કે મેઘકુમારને જીવ હાથણીના ગર્ભમ નવ માસ રહીને હાથીના બચ્ચા રૂપે ઉત્પન્ન થયે. આ પ્રત્યક્ષ-વિરુદ્ધ થન આગમમાં કેવી રીતે આવી ગયું ? કેમ કે, જે કાળનું આ કથન છે તે કાળમાં રાજાઓની ચાર પ્રકારની સેનાઓ રહેતી, જેમાં હાથીઓની પણ એક સેના રહેતી. આથી તે યુગમાં હાથીઓના સામાન્ય જીવનનું જ્ઞાન પ્રાયઃ અનેક લોકોને રહેવું. આથી પ્રત્યક્ષ—વિરુદ્ધ કથનને પાઠ લહિયાઓની બેદરકારીથી જ આવ્યું છે-આમ માનવું તદ્દન યોગ્ય છે. ભગવાન મહાવીર રાજવંશમાં જન્મ્યા હતા, તેઓ હાથીઓના જીવનથી પરિચિત હતા અને જે વખતે મેઘકુમારને દીક્ષિત કર્યો હતો તે સમયે તે તેઓ સર્વજ્ઞ હતા, તેમના મુખેથી આવું પ્રત્યક્ષ—વિરુદ્ધ કથન તદ્દન અસંભવિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 608