Book Title: Dhammilkumar Ras Author(s): Jitkalpashreeji Publisher: Devi Kamal Swadhyay MandirPage 15
________________ (૧૦) કરે. વાંચક ! વાંચીને આમાંથી કોઈપણ લાભ પ્રાપ્ત કરે તો જ લેખક અને પ્રકાશકનો પરિશ્રમ સફળ થાય. મ્મિલકુમારનું કથાનક ઘણું રસવાળું છે અને ભાવભરેલું હોવાથી સુજ્ઞ વાંચકો જરૂર તેનો લાભ મેળવશે. કેમકે, काव्यशास्त्र विनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनमेव च मूर्खाणां, निद्रया कलहेन वा ॥ બુદ્ધિમાન પુરુષોનો કાળ (સમય) તો કાવ્યશાસ્ત્રના વિનોદમાં (આનંદમાં) જાય છે. જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, કલહ કરવામાં અને પ્રમાદમાં જાય છે. આ રાસની કૃતિ સિવાય ધમ્મિલકુમાર ચરિત્રની પૂ. જયશેખરસૂરિની કૃતિ, જામનગરવાળા પં. હીરાલાલ હંસરાજ તરફથી સંસ્કૃતમાં છપાઈને બહાર પડેલ. “ધમ્પિલકથા” નામે બીજું નાનું પુસ્તક સંસ્કૃતમાં આત્માનંદ સભા ભાવનગર તરફથી બહાર પડેલ છે. કવિરાજ પંડિતવર્ય વીરવિજયજીને “પ” કાર સાથે અવિહડ રાગ હોવાથી જ તેમણે પૂજા અને પચ્ચક્ખાણ ઉપર અધિક રચના કરી લાગે છે. “ધમ્મિલકુમાર રાસ” એ પચ્ચક્ખાણનાં ફળને બતાવનાર ઉત્તમ કૃતિ છે. ધમ્મિલકુમારનો ઉલ્લેખ “પચ્ચક્ખાણ ભાષ્ય'માં ભાષ્યકર્તા દ્વારા “ઈહલોએ ધમ્મિલાઈ” ગાથામાં કરવામાં આવ્યો છે. પંડિત વીરવિજયજીની આ કૃતિમાં ઘણા ઊંડા અને ઊંચા ભાવો ભર્યા છે. ઠેર ઠેર આગમનાં નામ દર્શાવી તેમની આગમભક્તિના ભાવો પણ રજૂ કર્યા છે. છતાં અમારી અલ્પમતિએ જે ભાવો ઉપસ્યા છે તે રજૂ કર્યા છે. ધમ્મિલકુમારનો રાસ પં. વીરવિજયજીએ વિ.સં. ૧૮૯૬ રચેલો છે. જે મુદ્રિત છે. આ રાસની પૂર્વ આ જ રાસકર્તાના રાસ “મહાસતી સુરસુંદરી રાસ” તથા “શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ” ના બે બે વર્ષના આંતરે... પૂ. ગુરુવર્યોની સ્મૃતિમાં અનુવાદ કરી શ્રીં સંઘ સમક્ષ મૂક્યા. એ જ પંડિતકર્તાનો આ ત્રીજો રાસ છે અને તે અમારે માટે છેલ્લો અનુવાદ છે. રાસકર્તાએ પૂજા-સ્તવન-સજઝાય-વેલિ-વિવાહલો-ઢાળિયાં-હરિયાળી-ગફૂલી આદિ દીર્ઘ-લઘુ અનેક કાવ્યરચનાઓ કરી છે. પણ રાસાકૃતિ માત્ર ત્રણ છે. જ્યારે બે રાસનાં સાનુવાદ સંપાદનો થયાં, ત્યારે ડૉ. કાન્તિભાઈ બી. શાહે “ચંદ્રશેખર રાસ”ના વિમોચન પ્રસંગે સૂચન કરેલું કે આ બાકી રહેલો ત્રીજો રાસ પણ તમે જ પૂર્ણ કરો. સૂચન પ્રેરણારૂપે ઝીલી શરૂઆત કરી અને આ ત્રીજી રાસકૃતિના પ્રકાશનમાં તેમનો છેવટ સુધી મને સાથ-સહકાર મળતો રહ્યો અને શ્રી સંઘસમાજ વચ્ચે અમે મૂકી શક્યા છીએ. “કથાના સાત કોઠા ભેદવા પડે” તેવી રચનાનો અનુવાદ કરવાનું કાર્ય એ ખરેખરPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 490